બેદરકારી@વડોદરાઃ કોરોના સંક્રમિત દર્દીના મોત બાદ કપડા ખુલ્લામાં ફેંક્યા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજરોજ વડોદરા ખાતે એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. શહેરમાં કોરોનાથી આ પહેલું મોત છે. જો કે તેને લઇને આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમિત થયેલા કપડા ખુલ્લામાં ફેંકયા હતા. વડોદરામાં કોરોના વાયરસના કારણે દર્દીના મોત બાદ અંતિમ ક્રિયા સમયે
 
બેદરકારી@વડોદરાઃ કોરોના સંક્રમિત દર્દીના મોત બાદ કપડા ખુલ્લામાં ફેંક્યા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજરોજ વડોદરા ખાતે એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. શહેરમાં કોરોનાથી આ પહેલું મોત છે. જો કે તેને લઇને આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમિત થયેલા કપડા ખુલ્લામાં ફેંકયા હતા. વડોદરામાં કોરોના વાયરસના કારણે દર્દીના મોત બાદ અંતિમ ક્રિયા સમયે હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. કર્મચારીઓએ કોરોના સંક્રમિત થયેલા કપડાને ખુલ્લામાં ફેંક્યા હતા.જે મામલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે મેડીકલવેસ્ટના ડિસ્પોઝ માટે સૂચના આપવામાં આવશે. આ સાથે જ કહ્યું કે દર્દીના મોત બાદ પોસ્ટમોર્ટમ કરનવામાં આવતું નથી.

બેદરકારી@વડોદરાઃ કોરોના સંક્રમિત દર્દીના મોત બાદ કપડા ખુલ્લામાં ફેંક્યા
file photo

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોસ્ટમોર્ટમથી ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવતું તેમ જયંતિ રવિએ જણાવ્યું હતું. આ અગાઉ વડોદરામાં કોરોનાના દર્દીના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા કરવા આવેલા હોસ્પિટલના કર્મઓની ગંભીર બેદરકારી સામે આવ્યાં છે. જેમાં કર્મચારીએ પહેરેલા સુરક્ષા કીટના કપડા સ્મશાનમાં જ ફેંકયાં હતા. આમ કોરોનાથી સંક્રમિત થયેલા કપડા ખુલ્લામાં ફેંકવામાં આવ્યાં હતા. જો કે કપડા ખુલ્લામાં નાંખી દેવામાં આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.