બનાસકાંઠાના ચાંગા ગામે કરંટથી નીલ ગાયનું મોત
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) બનાસકાંઠાના ચાંગા ખાતે ખેતરમાં ખેતરમાં પાક રક્ષણ માટે મુકવામાં આવેલા કરંટથી નીલગાયનું અકસ્માતે મોત થયું છે. બનાવ ગત રાત્રીનો હોવાનું જાણવા મળેલ છે. જેમાં રાત્રી સમયે આ નીલગાય ખોરાકની શોધમાં અહીં આવી ચડતા કરંટ શરીરમાં પ્રસરી ગયો હતો. જેથી ઘટનાસ્થળે જ કમકમાટી ભરી રીતે નીલ ગાય મોતને ભેટી હતી. પ્રાપ્ત
Jan 28, 2019, 13:13 IST

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
બનાસકાંઠાના ચાંગા ખાતે ખેતરમાં ખેતરમાં પાક રક્ષણ માટે મુકવામાં આવેલા કરંટથી નીલગાયનું અકસ્માતે મોત થયું છે. બનાવ ગત રાત્રીનો હોવાનું જાણવા મળેલ છે. જેમાં રાત્રી સમયે આ નીલગાય ખોરાકની શોધમાં અહીં આવી ચડતા કરંટ શરીરમાં પ્રસરી ગયો હતો. જેથી ઘટનાસ્થળે જ કમકમાટી ભરી રીતે નીલ ગાય મોતને ભેટી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ચાંગા ગામની ખેતરની બાજુમાં કરંટ લાગવાથી મૃત નીલગાય નજરે ચડતા સ્થાનીકોએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેથી તાત્કાલિક પોલીસ અને ફોરેસ્ટ વિભાગ આવી પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી.