આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

બે વર્ષ પહેલા દેશમાં ભારત સરકારે નોટબંધી કરી હતી, પરંતુ હવે નેપાળમાં ભારતીય ચલણી નોટ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
નેપાળ સરકારે 100 રૂપિયાથી ઉપરના ભારતીય ચલણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક મળતા રિપોર્ટ અનુસાર નેપાળ સરકારે તત્કાળ પ્રભાવથી આ નિર્ણયને લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
નેપાળના એક પ્રધાનના જણાવ્યા અનુસાર લોકોને કહેવામાં આવ્યું છે કે 100 રૂપિયાથી વધારે એટલે કે 200, 500 અને 2,000ની ભારતીય કરન્સીને હવે રાખશો નહીં. હવે તે નેપાળમાં માન્ય રહેશે નહીં.માત્ર 100 રૂપિયાની ભારતીય કરન્સી નેપાળના કારોબારમાં તેમજ અન્ય ચીજવસ્તુઓની લેણ-દેણ માટે સ્વીકાર્ય રહેશે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં 200 અને 500 રૂપિયાની ભારતીય કરન્સીનો નેપાળમાં મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે.નવેમ્બર 2016માં ભારત તરફથી 500 અને 1000ની જૂની ચલણી નોટ બંધ કરવામાં આવ્યા બાદ નેપાળમાં હજી પણ જૂની ચલણી નોટના અરબો રૂપિયા ફસાયા હોવાનું અનુમાન છે.

18 Sep 2020, 9:46 AM (GMT)

COVID-19 Global Stats

30,373,761 Total Cases
950,965 Death Cases
22,058,079 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code