હવે,આપત્તિજનક અને ભડકાઉ કન્ટેન્ટ વેબ સીરિઝ ઉપર જોવા નહીં મળે
અટલ સમાચાર,ડેસ્ક વેબ સીરિઝના માધ્યમથી ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ પર દર્શાવાતા આપત્તિજનક અને ભડકાવતા કન્ટેન્ટને હવે નહીં દર્શાવી શકાય. Netflix, Hotstar, Jio, Voot, G5, Sonyliv, ALT Balaji અને Eros Nowએ સેલ્ફ સેન્સરશિપ કોડ સાઈન કર્યા છે. જે અંતર્ગત આ પ્લેટફોર્મ્સ પર હવે આપત્તિજનક અને ભડકાઉ કન્ટેન્ટ દર્શાવી શકાશે નહીં. આ કોડના ડ્રાફ્ટને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન
Jan 22, 2019, 11:36 IST

અટલ સમાચાર,ડેસ્ક
વેબ સીરિઝના માધ્યમથી ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ પર દર્શાવાતા આપત્તિજનક અને ભડકાવતા કન્ટેન્ટને હવે નહીં દર્શાવી શકાય. Netflix, Hotstar, Jio, Voot, G5, Sonyliv, ALT Balaji અને Eros Nowએ સેલ્ફ સેન્સરશિપ કોડ સાઈન કર્યા છે. જે અંતર્ગત આ પ્લેટફોર્મ્સ પર હવે આપત્તિજનક અને ભડકાઉ કન્ટેન્ટ દર્શાવી શકાશે નહીં. આ કોડના ડ્રાફ્ટને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)એ તૈયાર કરવામાં મદદ કરી છે, જે અંતર્ગત માત્ર ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ પર ભડકાવતા અને આપત્તિજનક કન્ટેન્ટને દર્શાવવા પર રોક લગાવી શકાશે. જો આ નિયમો પર કડકાઈથી પાલન કરવામાં આવશે તો Netflix જેવા પ્લેટફોર્મ પર આવનારી વેબ સીરિઝમાં અશ્લીલ કન્ટેન્ટ નહીં દર્શાવી શકાશે.