બેદરકારી@બેચરાજી: ભયજનક ખાડાને નાળામાં ફેરવવાનું કામ અધ્ધરતાલ

અટલ સમાચાર,મહેસાણા,બેચરાજી બેચરાજી તાલુકાના રાંતેજ ગામે નાળુ તૈયાર કરવા માટેની રજૂઆત મહેસાણા જીલ્લા પંચાયતને કરવામાં આવેલી છે. છેલ્લા કેટલાક મહિના અગાઉની રાંતેજ ગ્રામપંચાયતની રજુઆત ટલ્લે પડી હોવાનું સામે આવ્યુ છે. માર્ગ મકાન વિભાગે(પંચાયત) અગાઉ ખાડો ખોદી નાળુ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે ખાડો ખોઘ્યા બાદ કામગીરી અધ્ધરતાલ રહેતા રસ્તા ઉપર ભયજનક સ્થિતિ બની
 
બેદરકારી@બેચરાજી: ભયજનક ખાડાને નાળામાં ફેરવવાનું કામ અધ્ધરતાલ

અટલ સમાચાર,મહેસાણા,બેચરાજી

બેચરાજી તાલુકાના રાંતેજ ગામે નાળુ તૈયાર કરવા માટેની રજૂઆત મહેસાણા જીલ્લા પંચાયતને કરવામાં આવેલી છે. છેલ્લા કેટલાક મહિના અગાઉની રાંતેજ ગ્રામપંચાયતની રજુઆત ટલ્લે પડી હોવાનું સામે આવ્યુ છે. માર્ગ મકાન વિભાગે(પંચાયત) અગાઉ ખાડો ખોદી નાળુ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે ખાડો ખોઘ્યા બાદ કામગીરી અધ્ધરતાલ રહેતા રસ્તા ઉપર ભયજનક સ્થિતિ બની છે.

મહેસાણા જીલ્લા પંચાયતની બાંધકામ શાખા આરંભે શૂરા હોવાની ખાત્રી આપતી હોય તેવું સામે આવ્યુ છે. બેચરાજી તાલુકાના રાંતેજ ગામની પ્રાથમિક શાળા પાસેના માર્ગ ઉપર નાળાની જરૂરીયાત ઉભી થઇ હતી. જેથી માર્ગમકાન(પંચાયત) ઘ્વારા ખાડો ખોદી કામગીરીની શરૂઆત કરી હતી. જોકે, ખાડો ખોઘ્યા બાદ કામગીરી અટકી પડતા શાળાની બાજુમાં ગંદકી ઉભી થઇ છે. જયારે રાહદારી અને વાહનચાલકોને ખાડામાં પડી જવાનો ભય ઉભો થયો છે.

આથી રાંતેજ ગ્રામપંચાયતે ફરી એકવાર કાર્યપાલક ઇજનેરને સમગ્ર મામલે પત્ર લખી નાળુ બનાવી આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, સરપંચે જીલ્લા પંચાયતની બાંધકામ શાખાને સરકારી ફરજ બાબતે ધ્યાન દોરતા મામલો ગરમાયો છે.