નવતર@ગુજરાત: કોરોના કાળમાં નવી શરૂઆત, હાઇકોર્ટની કાર્યવાહી લાઇવ જોઇ શકાશે

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્રથમ વખત ગુજરાત HCની કાર્યવાહી લાઈવ થશે. HCમાં થતી સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સથી જે સુનાવણી ચાલી રહી છે, તેનું યુટ્યુબ પર HCની આગવી ચેનલ પર સુનાવણી સાંભળવા મળશે. ગુજરાત હાઇકોર્ટે મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે કોર્ટની કાર્યવાહી સોમવારથી ઇન્ટરનેટ પર લાઇવ
 
નવતર@ગુજરાત: કોરોના કાળમાં નવી શરૂઆત, હાઇકોર્ટની કાર્યવાહી લાઇવ જોઇ શકાશે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્રથમ વખત ગુજરાત HCની કાર્યવાહી લાઈવ થશે. HCમાં થતી સુનાવણીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સથી જે સુનાવણી ચાલી રહી છે, તેનું યુટ્યુબ પર HCની આગવી ચેનલ પર સુનાવણી સાંભળવા મળશે. ગુજરાત હાઇકોર્ટે મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે કોર્ટની કાર્યવાહી સોમવારથી ઇન્ટરનેટ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરી દીધી છે. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના તે ચુકાદાને અનુલક્ષીને કર્યું છે કે જનતાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સુનાવણી જોવાની મંજૂરી આપવી જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતમાં નિરમા યુનિવર્સિટીના લો સ્ટુડન્ટ પૃથ્વીરાજસિંહ ઝાલાની પીઆઈએલમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટને કોર્ટ કાર્યવાહીની લાઇવ સ્ટ્રીમિંગ માટેની સૂચના જાહેર કરવા વિનંતી કરવામાં આવી હતી. પૃથ્વીરાજસિંહ ઝાલાએ તેમની વિનંતીને આધારે ન્યાય અને ખુલ્લી અદાલતમાં ખુલ્લા પ્રવેશના સિદ્ધાંતો ટાંક્યા હતા. હાલમાં કોરોના યુગમાં સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી વર્ચુઅલ સુનાવણી ચાલી રહી છે. આ વર્ચુઅલ સુનાવણી દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ કેસો પર ચર્ચા થઈ રહી છે અને નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ચુઅલ સુનાવણીને લાંબા સમયથી જાહેર કરવાની માંગ ઉઠી રહી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ પહેલા પોતાના જાહેરાતમાં હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટના એક નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, જનતાને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી આયોજીત અદાલતોની સુનાવણી જોવા માટે મંજૂરી દેવી જોઈએ. જાહેરાતમાં નિરમા વિશ્વવિદ્યાલયના સ્કુલ ઓફ લોના વિદ્યાર્થી પૃથ્વીરાજસિંહ ઝાલા દ્વારા એક જનહીતમાં અરજી કરવાના સંદર્ભમાં હતી. જેમાં અદાલતે ખુલ્લી અદાલતના સિદ્ધાંતો અને ન્યાય સુધી પહોંચવા માટે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરવાનો આદેશ આપ્યો હતો.