નવું@મહેસાણા: હવે ઓનલાઇન ફ્રોડ કરનારની ખૈર નથી, સાયબર પોલીસ સ્ટેશન શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ મહામારી વચ્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના 10 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા. જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક
 
નવું@મહેસાણા: હવે ઓનલાઇન ફ્રોડ કરનારની ખૈર નથી, સાયબર પોલીસ સ્ટેશન શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

મહામારી વચ્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના 10 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા. જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડીજીટીલ દુનિયા તરફ પ્રયાણ થઇ રહ્યું છે. જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવું@મહેસાણા: હવે ઓનલાઇન ફ્રોડ કરનારની ખૈર નથી, સાયબર પોલીસ સ્ટેશન શરૂ

મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમને નાથવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1 પી.આઇ, 2 પી.એસ.આઇ સહિત 20 પોલીસ કર્મયોગીઓ કામ કરી રહ્યા છે. જિલ્લા પોલીસવડા ડો.ગોહિલે ઉમેર્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના નાગરિકોના 05 લાખ 88 હજારની રકમ સહિત 49 મોબાઇલ પરત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ્ં હતું કે મહેસાણા જિલ્લામાં “સાયબર ક્રાઇમ એવરનેસ” ટેલીગ્રામ ચેનલ શરૂ કરાઇ છે. આ ચેનલમાં 1500થી વધુ નાગરિકો જોડાયા છે તેમ જણાવી આગામી સમયમાં 10 હજારથી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે.

નવું@મહેસાણા: હવે ઓનલાઇન ફ્રોડ કરનારની ખૈર નથી, સાયબર પોલીસ સ્ટેશન શરૂ

આ સાથે જીલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, જિલ્લામં 25 સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુન્હામાંથી 08 જેટલા ગુન્હાઓ ઉકેલી દેવામાં આવ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ જેવા ગુન્હાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબધ્ધ છે.

નવું@મહેસાણા: હવે ઓનલાઇન ફ્રોડ કરનારની ખૈર નથી, સાયબર પોલીસ સ્ટેશન શરૂ

નોંધનિય છે કે, આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટેની કટિબધ્ધતામાં મહેસાણા જિલ્લો સહભાગી બન્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભક્તિબા ઠાકર સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવું@મહેસાણા: હવે ઓનલાઇન ફ્રોડ કરનારની ખૈર નથી, સાયબર પોલીસ સ્ટેશન શરૂ