આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

અલ્પેશ ઠાકોર સામેની આંતરિક નારાજગી ખૂલીને બહાર આવી ગઈ છે. ઠાકોરસેનાના આગેવાનોએ મનોમંથનને અંતે નવું સંગઠન બનાવી દેતાં લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. રોયલ ઠાકોર નામ આપી હોદ્દેદારોની નિમણૂક કરતાં રાજ્યમાં બે સંગઠનો ઉભરી આવ્યા છે.

ક્ષત્રિય ઠાકોર સેનાના સર્વેસર્વા અલ્પેશ ઠાકોરથી છેડો ફાડી આગેવાનોએ અચાનક નવું સંગઠન બનાવી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી સંગઠનની રાજનીતિ, અલ્પેશ ઠાકોરની કાર્યશૈલી અને અપેક્ષાઓને યોગ્ય નહી મળતા બળવો કર્યો છે.

ઠાકોરસેનાના પ્રથમ હરોળના હોદ્દેદારોએ રોયલ ઠાકોર નામનું નવું સંગઠન બનાવી તાલુકા અને જિલ્લા સ્તરે હોદ્દા ફાળવવાનું પણ શરૂ કરી દીધું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરને ઝાટકો મળતા સમાજમાં રાજકીય હલચલનું વાતાવરણ બની રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં ઠાકોર સમાજના રાજકીય રીતે એક સાથે બે સંગઠનો સામે આવતા ઉત્તર ગુજરાતમાં ખેંચતાણ વધુ તીવ્ર બને તેવા એંધાણ છે. અલ્પેશ ઠાકોરના સંગઠન અને નવીન સંગઠનને પગલે ભાજપ અને કોંગ્રેસ માટે પણ રાજકીય મંથન કરવાનું લેશન આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code