દાહોદઃ માલિકના ઘરમાં ઘૂસીને દીપડાએ હુમલો કર્યો, કાન અને ગળાના ભાગે ઈજા પહોંચતા વ્યક્તિનું મોત

દીપડાના હુમલાથી વ્યક્તિના કાન અને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાને પગલે વ્યક્તિનું મોત થયું હતું. બનાવ બાદ વન વિભાગની સ્થળ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
 
ઘર

અટલ સમાચાર, ડેસ્ક


દાહોદ જિલ્લાના ધાનપુરના ગુમલી ગામ ખાતે દીપડાના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. ગુમલી ગામ ખાતે ઘરમાં ઘૂસીને દીપડાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઘર માલિક જાગી જતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમને પગલે દીપડો ઘરમાંથી ભાગી ગયો હતો. દીપડાના હુમલાથી વ્યક્તિના કાન અને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાને પગલે વ્યક્તિનું મોત થયું હતું. બનાવ બાદ વન વિભાગની સ્થળ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા એક બનાવમાં સુરતના મહુવા તાલુકામાં દેડવાશણ ગામ  ખાતે એક બે વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો છે. દેડવાશણ ગામની સીમના એક ખેતરમાંથી નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શંકરભાઈ દુત્યાભાઈ પટેલના ખેતરમાંથી ગત સાંજે મૃત દીપડો મળી આવ્યો છે. વન વિભાગે દીપડાનો કબજો મેળવીને જરૂરી તપાસ બાદ અંતિમ સંસ્કાર કર્યાં હતા. મળતી માહિતી પ્રમાણે દીપડાના શરીર પર ઈજાના કોઈ નિશાન ન હતા.