સગવડઃ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર, અનાજ વિતરણમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે

અન્ન મંત્રીએ જણાવ્યું કે, વર્લ્ડ અન્ન યોજના હેઠળ રાજ્યવ્યાપી ફૂડ ગ્રેન એટીએમ શરૂ થવા જઈ રહ્યા છે. આ સંબંધમાં મંજૂરી મળી ગઈ છે.
 
rasan

અટલ સમાચાર, ડેસ્ક

સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. ત્યારે જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે અને તમે પણ દર મહિને સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. સરકાર તરફથી આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તમને રાશન લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટથી છૂટકારો મળવાનો છે.
 
જી હાં, તમારે હવે અનાજ લેવા માટે હવે રાશનની દુકાનના ધક્કા ખાવા નહીં પડે. ઉત્તરાખંડ સરકાર તરફથી ટુંક સમયમાં નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યની અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રેખા આર્યએ જણાવ્યું કે રાશનની દુકાનમાંથી મળતા વિનામૂલ્યે અનાજ માટે કાર્ડ ધારકોને હવે દુકાનના ધક્કા ખાવાની જરૂર નથી. અન્ન મંત્રીએ જણાવ્યું કે, વર્લ્ડ અન્ન યોજના હેઠળ રાજ્યવ્યાપી ફૂડ ગ્રેન એટીએમ શરૂ થવા જઈ રહ્યા છે. આ સંબંધમાં મંજૂરી મળી ગઈ છે.
 
 
તમને જણાવી દઈએ કે હાલ ફૂડ ગ્રેન એટીએમની યોજના ઓડિસા અને હરિયાણા રાજ્યમાં લાગુ છે. પરંતુ હવે આ યોજનાને લાગુ કરનાર ઉત્તરાખંડ ત્રીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. આ મશીન એકદમ એટીએમ મશીન જેવું કામ કરે છે. તેના પર એટીએમની જેમ સ્ક્રીન પણ હશે. રાશન કાર્ડ ધારક તેમાંથી એટીએમ મશીનની જેમ ઘઉં, ચોખા અને દાળ કાઢી શકશે.