અકસ્માતઃ જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ, 15ને ઈજા, 4 વ્યક્તિને ગંભીર હાલત

સોનગઢના માંડલ નાકા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ હતી
 
file photo

70થી 80ની સ્પીડમાં બસ ટોલનાકા સાથે અથડાતાં બસની બારીઓમાંથી જીવ બચાવવા જાનૈયા કૂદી ગયા હતા.

અટલ સમાચાર, ડેસ્ક


સોનગઢના માંડલ નાકા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ હતી, જેથી જાનમાંથી પરત ફરી રહેલા જાનૈયા સહિત ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15ને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે એક્સિડન્ટનાં સમગ્ર દૃશ્યો CCTVમાં કેદ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.70થી 80ની સ્પીડમાં બસ ટોલનાકા સાથે અથડાતાં બસની બારીઓમાંથી જીવ બચાવવા જાનૈયા કૂદી ગયા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા પર અકસ્માત સર્જાયો હતો. 11 વાગ્યાની આસપાસ શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાઈ હતી. મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પરત ફરી રહી હતી. એ દરમિયાન બસ બેકાબૂ બની હોય એ રીતે ટોલનાકા સાથે અથડાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઈને ટોલનાકાના કર્મચારીઓને ઈજા પહોંચવાની સાથે ડરનો માહોલ પણ પેદા થયો હતો. બસ ફુલ સ્પીડમાં હોવાથી ટોલનાકા પર ઊભા કરવામાં આવેલા સાઈન બોર્ડ અને ડિવાઈડરને ટક્કર મારતાં ત્યાં નુકસાન થયું છે, સાથે જ બસની આગળની ડાબી સાઈડના ભાગને તથા કાચ સહિત કેબિનને ભારે નુકસાન થયું છે. જ્યારે બસ ટોલની કેબિન સાથે ધડાકાભેર અથડાઈ હોવાથી ટોલ કેબિનને પણ નુકસાન થયું છે, સાથે જ બસના સાઈડનાં પતરાં પણ તૂટી જતાં બસની અંદર મુસાફરી કરી રહેલા જાનૈયાઓને પણ ઈજા પહોંચી છે.


સુત્રોએ જણાવ્યું હતુ કે, માંડલ ટોલનાકા સાથે અથડાયેલી બસને પણ ભારે નુકસાન સર્જાયું હતું. જ્યારે બસમાં સવાર જાનૈયાઓમાંથી 15ને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 4 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોમાં ટોલનાકા પર કામ કરતી બે મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 11 વાગ્યા આસપાસ સર્જાયેલો અકસ્માત CCTVમાં કેદ થઈ ગયો હતો, જેમાં પૂરપાટ ઝડપે દોડતી આવતી બસ સૌપ્રથમ ટોલનાકાની કેબિનની સામેની સાઈડ અથડાયા બાદ ફંગોળાઈને કેબિન સાથે અથડાઈ હતી. ત્યાં કામ કરતી મહિલા માંડ જીવ બચાવીને ઊભી થઈ નાસવા પ્રયાસ કરતી દેખાય છે. જોકે તેને પણ ઈજાઓ પહોંચી છે.