અમદાવાદ: યુવતિયો માટે ખાસ ચેતવણી રૂપ કિસ્સો, લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધતા પહેલા વિચારી લેવું
file photo
યુવતીને જેમ તેમ કરી ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકે યુવતીના નગ્ન ફોટોગ્રાફ અને વીડિયો ઉતારી લીધા હતા.

અટલ સમાચાર, ડેસ્ક

શહેરના પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ પરિવારના કહેવાથી એક યુવક સાથે સગાઈ કરી હતી. પરંતુ કાકા સાથે સાટામાં લગ્ન નક્કી ન થતા યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટ્યા બાદ યુવક યુવતીને કોઈને કોઈ બહાનું કાઢીને મળવા આવતો હતો. તેના મિત્ર સાથે એક સ્માર્ટ વોચ પણ મોકલાવી હતી. યુવતી જેની સાથે વાત કરે તે તમામ ચેટ આ યુવક મેળવી લઈ સ્ક્રીન શોટ મોકલી શંકાઓ કરતો હતો. યુવતીને જેમ તેમ કરી ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકે યુવતીના નગ્ન ફોટોગ્રાફ અને વીડિયો ઉતારી લીધા હતા. જે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેણે યુવતી પર અવારનવાર બળાત્કાર (Rape)ગુજાર્યો હતો. એટલું જ નહીં યુવતીએ અન્ય જગ્યાએ સગાઈ કરતા તેના લગ્ન ફોટો, વીડિયો મંગેતરને મોકલી દીધા હતા. આ બનાવની જાણ આખરે યુવતીએ સોલા પોલીસને (Sola Police)કરતા સોલા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ સમાજના રિવાજ પ્રમાણે એક યુવક સાથે થઈ હતી. સગાઈ બાદ બંને પરિવારે સાટા મુજબ કાકાની સગાઈ પણ કરવાની હતી. પણ તે કેન્સલ થતાં યુવક અને યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટ્યા બાદ પણ આ યુવક યુવતીને મળવા માટે અવારનવાર અમદાવાદ આવતો હતો. એક દિવસ વેલેન્ટાઈન ડે હોવાના કારણે યુવક યુવતીને પોતાની વાતમાં ફસાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ધીમે ધીમે આ યુવકે યુવતીને અલગ અલગ જગ્યાએ બોલાવીને તેના ન્યૂડ ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા. બાદમાં ન્યૂડ ફોટોગ્રાફ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો.

https://www.facebook.com/569491246812298/

આરોપીએ એક દિવસ કોઈ યુવક સાથે યુવતીને સ્માર્ટ વોચ મોકલાવી હતી. તે સમયે યુવતીના ફોનમાં કોઈ વાયરસ દ્વારા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવીને તેના ફોનની તમામ ગતિવિધિ આ યુવક વોચ રાખતો હતો. યુવતીને આ વાતની ખબર પડતાં તેણે આ યુવક સાથે સંબંધ કાપી નાખ્યો હતો. પરંતુ યુવક તેને ફોન કરીને તેના ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપતો હતો. યુવકે આવી રીતે ધમકી આપીને ફરીથી યુવતીને હોટલમાં બોલાવી જ્યાં તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને એ કોઈ બીજાની સાથે સગાઈ કરશે તો તેને પણ આ વીડિયો, ફોટો મોકલવાની ધમકી આપી હતી.

બાદમાં બન્યું પણ એવું જ હતું. આ દરમિયાન યુવતીની એક યુવક સાથે સગાઇ થઇ હતી. આ શખ્સે તેને યુવતીના અશ્લીલ ફોટો મોકલ્યા હતા. જેની જાણ યુવતીને થઈ હતી. યુવતીએ તમામ વાત પોતાના મંગેતરને કહી અને તેને યુવક બ્લેકમેઇલ કરતો હોવાનું પણ જણાવ્યું હતું. પણ યુવક કોઈ પણ વાત માનવા તૈયાર ન હતો. યુવતીના પિતાને ફોન કરી ધમકી આપી હતી. જેથી આખરે યુવતીએ કંટાળીને સોલા પોલીસને પોતાની સાથે બનેલી તમામ ઘટના જણાવી હતી. સોલા પોલીસે આ પ્રકરણમાં બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.