અમદાવાદ: આજથી જાહેર સ્થળો પર ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ

રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન  બાદ એએમસી દ્વારા આજથી જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ છે.
 
file photo
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતુ કે, નોનવેજ કે વેજનો પ્રશ્ન નથી. જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે.

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન  બાદ એએમસી દ્વારા આજથી જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ છે. આજથી, શહેરના મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામા આવશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ નિર્ણય કર્યો છે કે, શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, મુખ્યમાર્ગો, ધાર્મિક સ્થળો નજીક પણ નોનવેજ ઈંડાની લારીઓ ઉભી રખાશે નહીં. બીજી તરફ આ મુદ્દે લારી ગલ્લાના પ્રમુખ રાકેશ મહેરિયાએ આંદોલનની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતુ કે, જો ઇંડા અને નોનવેજની લારીઓને હટાવવામાં આવશે તો અમે લડત આપીશું. આ ધંધામાં ઘણા લોકોની રોજગારી છે. અમે હાઇકોર્ટમાં આ મુદ્દે રજુઆત કરીશું. યોગ્ય જગ્યા ના મળે ત્યાં સુધી કોઇનો રોજગાર છીનવી શકાય નહીં.


મુખ્યમંત્રી આણંદ જિલ્લાના બાંધણી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માટે આવ્યા હતા ત્યારે આ અંગે મહત્તવની વાત કહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતુ કે, નોનવેજ કે વેજનો પ્રશ્ન નથી. જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવા જોઈએ. ટ્રાફિકને અડચણરૂપ હોય તે લારી મનપા ખસેડી શકે છે. ​​​​​​​લારીઓમાં વેજ કે નોનવેજનો કોઈ પ્રશ્ન નથી. ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે જણાવ્યું હતું કે, શહેરના મુખ્ય માર્ગો પર જે નોનવેજ અને ઇંડાની લારીઓ ઉભી રહે છે તેને દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગેનો મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ચૂક્યો છે.

શહેરના દરેક વિસ્તારમાં અને સાતેય ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યુ કે, ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઇન છે કે, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઉભી રાખી શકાય નહીં.