ચિંતાઃ 2022માં નોસ્ત્રાડેમસે આ 7 ખતરનાક ભવિષ્યવાણી કરી, લોહી અને ભૂખની મોટી આફત આવશે
 file photo

અટલ સમાચાર, ડેસ્ક


માનવ જાતિને બચાવવા માટે અમેરિકી સૈનિકોને ઓછામાં ઓછું દિમાગી સ્તરે સાઈબોર્ગ્સની જેમ બદલી નાખવામાં આવશે. આ માટે બ્રેઈન ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ ચિપ માણસના મગજની બાયોલોજિકલ ઈન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એ થયો કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરશે.  નોસ્ત્રાડેમસે પોતાના એક ક્વોટ્રેનમાં પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાવવાની વાત પણ કરી છે. જે ભૂકંપ અને પ્રાકૃતિક આફતોનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તે એસ્ટેરોઈડ ઉકળવાનું શરૂ કરશે. આકાશમાં આ નજારો ગ્રેટ ફાયર જેવો જોવા મળશે. 

પ્રવાસીઓનું સંકટ
નોસ્ત્રાડેમસ આ સંકટ વિશે લખે છે કે લોહી અને ભૂખની મોટી આફત આવશે. અહીં સાતવાર સમુદ્ર તટ, ભૂખ અને બંદી બનાવવાની વાત લખાઈ છે. તેનો અર્થ એ છે કે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ માણસોની ભૂખ વધારશે. તેનાથી ગેરકાયદેસર પ્રવાસીઓનો પ્રવાહ વધશે. લોકો સમુદ્રી રસ્તે બીજા દેશો તરફ રવાના થશે. જાણકારોનું માનવું છે કે અહીં સાતવાર સમુદ્ર તટોનો ઉલ્લેખ થવાનો અર્થ એ છે કે 2022માં વીતેલા વર્ષોની સરખામણીએ સામાન્યથી 7 ગણા વધુ પ્રવાસી યુરોપના સમુદ્ર તટો પર પહોંચશે. આમ પણ ઈંગ્લિશ ચેનલમાં 27 લોકોના મોત બાદ બ્રિટન, અને યુરોપમાં ગેરકાયદેસર અપ્રવાસન એક ગરમાગરમ રાજનીતિક ચર્ચાનો મુદ્દો પણ બનેલો છે. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


યુરોપમાં યુદ્ધ
2022ની ભવિષ્યવાણીઓમાં એકનો સંબંધ ફ્રાન્સની રાજધાની સાથે પણ છે. જે યુરોપમાં યુદ્ધ થવાનો સંકેત આપે છે. આ પેરેગ્રાફમાં નોસ્ત્રાડેમસે લખ્યું છે કે એક મહાન શહેરની ચારેબાજુ ખેતરો અને શહેરોમાં રહેનારા સૈનિક હશે. ફ્રેન્ચ અનુવાદકો અને તેના સમર્થકોએ જણાવ્યું કે તેમાં તેમણે ફ્રાન્સની રાજધાની પેરિસની ઘેરાબંધી થવા અને યુરોપમાં યુદ્ધના સંકેત આપ્યા છે. જેની સરખામણી વીતેલા 10 વર્ષની ઘટનાઓ સાથે કરીએ તો આ જ વર્ષે હાલમાં જ ફ્રાન્સની રાજધાનીમાં કોવિડ પ્રતિબંધોને લઈને થયેલા તોફાનો વચ્ચે અરાજક દ્રશ્યો અને ઘટનાઓ જોવા મળી. વર્ષ 2015માં પેરિસમાં થયેલા ISIS ના હુમલામાં 130 લોકોના મોત થયા હતા. આ દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ ફ્રાન્સ પર સૌથી ઘાતક હુમલો હતો. 

ભૂકંપ
કહેવાય છે કે નોસ્ત્રાડેમસની સેન્ચ્યુરિયા III ના ત્રીજા ક્વાટ્રેનમાં 2022માં જાપાનમાં એક મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરાઈ છે. તેમણે લખ્યું છે કે ચરમ સંકટ તરફ/ એશિયાનો એક દેશ હશે. તેની ઊંડાઈ પ્રમાણે તેને ભૂકંપ કહેવામાં આવશે. આ વર્ષ 7 ઓક્ટોબરે જાપાનમાં 5.9ની તીવ્રતાવાળા ભૂકંપે ગ્રેટર કાંટો વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. તેણે ભવિષ્યમાં ભૂકંપથી મોટી તબાહી સર્જાવવાના સંકેત આપ્યા હતા. આ ભૂકંપ 11 માર્ચ 2011ના રોજ તોહોકૂ વિસ્તારને તબાહ અને બરબાર કરનારા ભૂકંપના આંચકા જેવો હતો. જેણે જાપાનની રાજધાની માટે પણ શુભ સંકેત નહતા આપ્યા. 

યુરોપિયન યુનિયનનું પતન
નોસ્ત્રાડેમસે સેંકડો વર્ષ પહેલા યુરોપીના દેશોના સંગઠન એટલે કે EU ના બનવાની ભવિષ્યવાણી કરી હતી. 2022 વિશે વાત કરીએ તો ફ્રાન્સના આ જ્યોતિષીએ યુરોપિયન યુનિયનના પતનની ભવિષ્યવાણી કરી છે જે વર્ષ 2016માં  બ્રિટન દ્વારા બ્રેક્ઝિટ અંગે થયેલા પહેલા મતદાન બાદથી સતત મુસીબતોમાં ઘેરાઈ રહ્યું છે. બ્રિટન પોતે પણ તેના મારથી બાકાત નથી. 2021માં સમગ્ર ઈંગ્લેન્ડમાં ડ્રાઈવરોની કમીના કારણે આ બ્રેક્ઝિટ હતી જેના પગલે લોકો ખાવા પીવાની વસ્તુઓ અને પાણીની એક બોટલ સુદ્ધા માટે તરસી ગયા હતા. નોસ્ત્રાડેમસના જણાવ્યાં મુજબ એવો દાવો કરાયો છે કે બ્રેક્ઝિટ ફક્ત શરૂઆત હતી અને 2022માં સમગ્ર યુરોપીયન યુનિયનનું પતન થવાનું નક્કી છે.