ખગોળીય ઘટના: આજે વર્ષનો સૌથી નાનો દિવસ, 10 કલાક અને 40 મિનિટનો રહેશે
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


 

અનેક શહેરોમાં દિવસની લંબાઈ થોડી મિનિટ ઓછી કે વધારે હોઈ શકે છે.  આજે વર્ષનો સૌથી નાનો દિવસ છે. જે 12 કલાકનો નહીં પરંતુ 10 કલાક 40 મિનિટનો રહેશે. ગયા વર્ષે સૌથી નાનો દિવસ 21 ડિસેમ્બરનો હતો. પરંતુ, આ વર્ષે 22 ડિસેમ્બરના રોજ એટલે આજે રહેશે. આ પહેલાં 2019માં પણ 22 ડિસેમ્બરના રોજ ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યનો પ્રકાશ સૌથી ઓછા સમય માટે હતો. ખગોળ વિજ્ઞાનના જાણકારો પ્રમાણે વર્ષનો સૌથી નાનો દિવસ ક્યારેક 21 તો ક્યારેક 22 ડિસેમ્બરના રોજ રહે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ગ્રંથો પ્રમાણે આજથી સૂર્યના ઉત્તરાયણ થવાથી શિશિર ઋતુ શરૂ થઈ જશે. આ ઋતુ 18 ફેબ્રુઆરી સુધી રહેશે. શિશિર ઋતુ દરમિયાન મકર સંક્રાંતિ, લોહરી, પોંગલ, તલ ચોથ, અમાસ અને પૂર્ણિમાના તહેવારો ઊજવવામાં આવશે. આ ઉત્સવો અને તહેવારોમાં કરવામાં આવતા કાર્યોને વાતાવરણને ધ્યાનમાં રાખીને જ પરંપરાઓમાં સામેલ કરવામાં આવ્યાં છે. ધર્મગ્રંથો પ્રમાણે વ્રત-પર્વ અને પરંપરાઓ ઠંડીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.


20-21 માર્ચના રોજ સૂરજ ધરતીની ભૂમધ્ય રેખાની ઠીક ઉપર રહેશે. જેથી દિવસ અને રાતની લંબાઈ એક સમાન રહેશે. જેને વસંત સંપાત પણ કહેવામાં આવે છે. તે પછી 20-21 જૂનના રોજ સૂર્ય કર્ક રેખા ઉપર રહેશે. જે ઉત્તરી ગોળાર્ધમાં વર્ષનો સૌથી મોટો દિવસ રહેશે. તે પછી 22-23 સપ્ટેમ્બરના રોજ સૂર્ય વિષુવત રેખા ઉપર આવી જશે. ત્યારે પણ દિવસ અને રાતનો સમય એક સમાન રહેશે. પરંતુ તેના પછી દિવસ નાના અને રાત લાંબી થઈ જશે. જેને શરદ સંપાત કહેવામાં આવે છે.