બ્રેકિંગ@દેશ: બિગબોસ વિજેતા 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, બોલિવૂડમાં શોક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. આવા અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મૃત્યુ થયાના અહેવાલ આવ્યા છે. સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના મૃત્યુના સમાચાર આવતા ફેન્સના દિલ તૂટી ગયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બ્રેકિંગ@દેશ: બિગબોસ વિજેતા 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, બોલિવૂડમાં શોક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. આવા અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મૃત્યુ થયાના અહેવાલ આવ્યા છે. સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના મૃત્યુના સમાચાર આવતા ફેન્સના દિલ તૂટી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોલિવૂડ અભિનેતા અને બિગબૉસ વિનર સિદ્ધાર્થ શુકલાનું નિધન થયુ છે. મુંબઇની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના નિધનની પૃષ્ટી કરી છે. જાણકારી અનુસાર, 40 વર્ષીય સિદ્ધાર્થ શુકલાનું હાર્ટએટેકથી મોત થયુ છે. અભિનેતા સિદ્ધાર્થ શુકલાએ ઉંઘ્યા પહેલા કેટલીક દવા ખાધઈ હતી પરંતુ તે બાદ તે ઉઠી શક્યો નહતો. હોસ્પિટલે બાદમાં પૃષ્ટી કરી છે કે સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકને કારણે થયુ છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટુ નામ સિદ્ધાર્થ શુકલાએ રિયાલિટી શો બિગબૉસની 13મી સીઝન જીતી હતી. આ સિવાય તે ખતરો કે ખેલાડીની સાતમી સિઝન પણ જીતી હતી. સીરિયલ બાલિકા વધૂથી સિદ્ધાર્થ શુકલા ઘર ઘરમાં જાણીતો બન્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મુંબઇમાં 12 ડિસેમ્બર 1980માં જન્મેલા સિદ્ધાર્થ શુકલાએ પોતાની કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. વર્ષ 2004માં તેણે ટીવીથી પોતાનું એક્ટિગ ડેબ્યૂ કર્યુ હતુ. 2008માં તે બાબુલ કા આંગન છૂટેના નામની ટીવી સીરિયલમાં જોવા મળ્યો હતો પરંતુ તેને અસલી ઓળખ બાલિકા વધૂ સીરિયલથી મળી હતી. અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મૃત્યુ થયાના અહેવાલ આવ્યા છે. સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના મૃત્યુના સમાચાર આવતા ફેન્સના દિલ તૂટી ગયા છે.