બ્રેકિંગ@દેશ: દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન, સ્યુસાઇડ નોટ મળતાં ચકચાર
બ્રેકિંગ@દેશ: દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન, સ્યુસાઇડ નોટ મળતાં ચકચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયુ છે. મુંબઇની હોટલમાં આત્મહત્યા કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે તેમના રૂમમાંથી ગુજરાતીમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી છે. મોહન ડેલકરનો શબ સોમવારે મુંબઇની એક હોટલમાં મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ મુંબઇ પોલીસ પહોચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. શરૂઆતની તપાસમાં આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@દેશ: દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન, સ્યુસાઇડ નોટ મળતાં ચકચાર
જાહેરાત

મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોહન ડેલકરનો શબ મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ મુંબઇ પોલીસ પહોચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. શરૂઆતની તપાસમાં આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યુ છે. મોહન ડેલકર 58 વર્ષના હતા. તે દાદરા નગર હવેલી લોકસભામાં અપક્ષ સાંસદ હતા. વર્ષ 1989માં મોહન ડેલકર પ્રથમ વખત આ સંસદીય ક્ષેત્રમાં સાંસદ ચૂંટાયા હતા, તે બાદ કેટલીક વખત અહીથી સાંસદ બન્યા હતા. મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટી તરફથી સાંસદ બન્યા હતા. વર્ષ 2009માં તેમણે કોંગ્રેસ પાર્ટી પણ જોઇન કરી હતી. ગત લોકસભા ચૂંટણીમાં તે ફરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.