વેપારઃ એક દમદાર બિઝનેસ આઇડિયા, ઓછા રોકાણમાં શરૂ કરો અને મહિને થશે લાખોની કમાણી

કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારના મશીનનો ઉપયોગ કરી શકાય છે, આ ઉપરાંત કાચા કેળા, મીઠું, એડિબલ ઓઇલ અને અન્ય મસાલાઓની જરૂર પડે છે.
 
file photo
જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય અને તે પણ ઓછા રોકાણ સાથે, તો અમે તમને એક દમદાર બિઝનેસ આઇડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય અને તે પણ ઓછા રોકાણ સાથે, તો અમે તમને એક દમદાર બિઝનેસ આઇડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીં અમે કેળાની ચિપ્સ બનાવવાના બિઝનેસ  વિશે વાત કરી રહ્યા છીએ. જેના દ્વારા તમે દરરોજ 4000થી 5000 રૂપિયા સરળતાથી કમાઇ શકો છો. બટાટા ચિપ્સની જેમ જ બનાના ચિપ્સ પણ લોકોને ખૂબ પસંદ આવે છે અને તેને ફરાળ તરીકે પણ ખાઈ શકતા હોવાથી કેળાની ચિપ્સની માંગ વધારે રહે છે. તો આવો જાણીએ આ રસપ્રદ બિઝનેસ શરૂ કરવામાં કઈ-કઈ વસ્તુઓની જરૂર પડશે અને કઇ રીતે તમે વેચાણ કરીને પૈસા કમાઈ શકો છો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારના મશીનનો ઉપયોગ કરી શકાય છે, આ ઉપરાંત કાચા કેળા, મીઠું, એડિબલ ઓઇલ અને અન્ય મસાલાઓની જરૂર પડે છે. આ સિવાય મશીનરીમાં બનાના પિલિંગ મશીન, મસાલા માઇલિંગ મશીન, બનાના સ્લાઇસિંગ મશીન, લેબોરટરી સાધનો, ફ્રાઇંગ મશીન, કેળા ધોવા માટે એક ટાંકી, પાઉચ પ્રિન્ટિંગ મશીન વગેરેની જરૂર પડે છે.

ક્યાંથી ખરીદી શકો છો મશીનરી?

ભારમતમાં કેળાની ચિપ્સ બનાવવા માટેના મશીનો બનાવતી અનેક કંપનીઓ છે. તમે સીધા તે કંપની પાસેથી ખરીદી શકો છો. કેળાની ચિપ્સ બનાવવાના આ મશીનની કિંમત 25થી 50 હજારની વચ્ચે હશે. તમારે આ મશીન રાખવા 400થી 500 સ્ક્વેર ફીટ જગ્યાની જરૂર પડશે. 50થી 55 કિલો કેળાની ચિપ્સ બનાવવા માટે તમારે 120થી 130 કિલો કાચા કેળાની જરૂર પડશે. જે તમને સરળતાથી 1000થી 1100 રૂપિયામાં મળી જશે. આ સાથે જ 10થી 12 લિટર તેલની જરૂર પડશે, જે 800થી 1100 રૂપિયા સુધીમાં આવી જશે. ચિપ્સ ફ્રાઇંગ મશીનમાં એક કલાકમાં 11થી 12 લિટર ડીઝલની જરૂરિયાત રહે છે. તો 1 લિટર ડિઝલની કિંમત 90 રૂપિયા ગણીએ તો તેનો ખર્ચ તમને 1000થી 1100 રૂપિયા વચ્ચે લાગશે.

વધુમાં 200 રૂપિયાનું મીઠુ અને અન્ય મસાલાઓની જરૂરિયાત પડશે. તો અંતે ગણતરી કરીએ તો તમારી 50 કિલો ચિપ્સ 3500 રૂપિયાની આસપાસ તૈયાર થઇ જશે. 1 કિલો ચિપ્સનું પેકેટ તમને પેકેજીંગ કોસ્ટ સાથે રૂ. 90માં પડશે. જેને તમે સરળતાથી કરીયાણાની દુકાન કે ઓનલાઇન 120થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચી શકો છો. જો તમે પ્રતિ કિલોએ 20 રૂપિયાનો નફો કરો છો, તો તમે સરળતાથી 5000 રૂપિયા દિવસ દરમિયાન કમાઇ શકો છો. અને જો તમે મહિનામાં 25 દિવસ કામ કરો છો તો તમે દર મહિને 1 લાખથી પણ વધુ રૂપિયા કમાઇ શકો છો.