વેપારઃ SBI ક્રેડિટ કાર્ડ ધારકોને મોટો ઝટકો, 1 ડિસેમ્બરથી EMI ટ્રાન્ઝેક્શન પર લાગશે પ્રોસેસિંગ ફી

કંપની રિટેલ આઉટલેટ પર ખરીદી કરતા સમયે ચાર્જ સ્લિપના માધ્યમથી કાર્ડ ધારકને ઈએમઆઈ ટ્રાન્સેઝેક્શન પર લાગતા પ્રોસેસિંગ ચાર્જ અંગે માહિતી આપશે. ઑનલાઈન ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે કંપની પેમેન્ટ પેજ પર પ્રોસેસિંગ ચાર્જ અંગે જાણકારી આપશે.
 
file photo
તમે SBI ક્રેડિટ કાર્ડ ધારક છો તો તમારા માટે માઠા સમાચાર છે. હકીકતમાં હવે તમારે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા EMI ટ્રાન્ઝેક્શન પર વધારે ચાર્જ ચૂકવવો પડશે.

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે SBI ક્રેડિટ કાર્ડ ધારક છો તો તમારા માટે માઠા સમાચાર છે. હકીકતમાં હવે તમારે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા EMI ટ્રાન્ઝેક્શન પર વધારે ચાર્જ ચૂકવવો પડશે. એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે જાહેરાત કરી છે કે હવે ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ ધારકે 99 રૂપિયાની પ્રોસેસિંગ ફી અને તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ડિસેમ્બર, 2021થી લાગૂ થશે.


SBICPSL હવે રિટેલ આઉટલેટ્સ તેમજ અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ વેબસાઇટ પર પણ તમામ ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરશે. આ ફી ખરીદી કરનાર વ્યક્તિને કુલ રકમને ઈએમઆઈમાં ટ્રાન્સફર કરવા માટે લાગતા વ્યાજ ઉપરાંત લાગશે. એટલે કે કાર્ડ ધારકે વ્યાજ ઉપરાંત પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે. કંપનીએ આ મામલે પોતાના ગ્રાહકોએ ઈ-મેઇલ મોકલીને જાણ કરી છે. પ્રોસેસિંગ ચાર્જ સફળતાપૂર્વક ઈએમઆઈમાં પરિવર્તિત થનારા ટ્રાન્ઝેક્શન પર લાગૂ છે. પહેલી ડિસેમ્બર પહેલા કરવામાં આવનાર ટ્રાન્ઝેક્શન પર પ્રોસેસિંગ ચાર્જમાં છૂટ આપવામાં આવશે. પરંતુ 1 ડિસેમ્બર બાદ થતાં આવા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


કંપની રિટેલ આઉટલેટ પર ખરીદી કરતા સમયે ચાર્જ સ્લિપના માધ્યમથી કાર્ડ ધારકને ઈએમઆઈ ટ્રાન્સેઝેક્શન પર લાગતા પ્રોસેસિંગ ચાર્જ અંગે માહિતી આપશે. ઑનલાઈન ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન માટે કંપની પેમેન્ટ પેજ પર પ્રોસેસિંગ ચાર્જ અંગે જાણકારી આપશે. ઈએમઆઈ કેન્સલ થવાની સ્થિતિમાં પ્રોસેસિંગ ચાર્જ પરત આપી દેવામાં આવશે. જોકે, પ્રી-ક્લૉઝર એટલે કે સમય પહેલા ચૂકવણીના કેસમાં તે પરત કરવામાં નહીં આવે. ઈએમઆઈમાં કન્વર્ટ થતાં ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પોઇન્ટ પણ લાગૂ નહીં થાય.

જો તમે નવી કાર ખરીદવા માંગો છો પરંતુ તહેવારોની ઑફર તમારા હાથમાંથી નીકળી ગઈ છે તો તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. તહેવારોની મોસમ ગયા બાદ પણ તમે સારા ડિસ્કાઉન્ટ સાથે નવી કારની ખરીદી કરી શકો છો. ભારતીય સ્ટેટ બેંકની યોનો એપ નવી કારની ખરીદી માટે નવી ઑફર લાવી છે. આ ઑફરનો લાભ ઉઠાવીને તમે 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ફાયદો ફક્ત કાર જ નહીં, ટુ-વ્હીલરની ખરીદી પર પણ લઈ શકાય છે. અમુક કાર કંપનીઓ યોનો એસબીઆઈ ગ્રાહકોને પ્રાથમિકતા પણ આપી રહી છે. એટલે કે તમે યોનોથી કારની ખરીદી કરો છો તો તમારે કારની ડિલીવરી માટે વધારે રાહ નહીં જોવી પડે. તમને તુંરત જ ડિલીવરી મળી જશે.