નોકરીઃ ધો.10-12 પાસ માટે આ પદો પર નોકરીની તક, ઇચ્છુક ઉમેદવારો 17 નવેમ્બર પહેલા અરજી કરવી

નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો 17 નવેમ્બર, 2021 પહેલા આ પદો માટે અરજી કરી શકે છે.
 
file photo
સેન્ટ્રલ સિલ્ક બોર્ડ(CSB) બેંગલોરે કોન્ટ્રાક્ટ આધારિત 60 ટ્રેનર અને ટ્રેનિંગ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

અટલ સમાચાર, ડેસ્ક


સેન્ટ્રલ સિલ્ક બોર્ડ(CSB) બેંગલોરે કોન્ટ્રાક્ટ આધારિત 60 ટ્રેનર અને ટ્રેનિંગ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદો પર નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો 17 નવેમ્બર, 2021 પહેલા આ પદો માટે અરજી કરી શકે છે. આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ ભરતી 2021 નોટિફિકેશન(CSB Job Notification 2021) માટે પસંદગી નવેમ્બર 2021 ના ​​છેલ્લા સપ્તાહમાં વારાણસી(Varanasi) ખાતે આયોજિત ઇન્ટરવ્યુ(Interview)માં ઉમેદવારોના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.  આજે આ નોકરી માટે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારો આજે ઓનલાઇન અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત :  સેન્ટ્રલ સિલ્ક બોર્ડની ભરતી 2021 નોટિફિકેશન માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું કે તેમણે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વધારાની લાયકાત સાથે 10 પાસ/12 પાસ/આઈટીઆઈ સહિતની અમુક શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ. આઇટીઆઇ અને 10 વર્ષનો અનુભવ અથવા ડિપ્લોમાં ઇન એન્જીનિયરીંગ / સાયન્સમાં ગ્રેજ્યુએશન અને 5 વર્ષનો અનુભવ અથવા એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએટ અને 2 વર્ષનો અનુભવ. શૈક્ષણિક લાયકાત :    ધો10 12 પાસ ITI સાથે, પસંદગી પ્રક્રિયા :    વોક ઈન ઈન્ટરવ્યૂના આધારે, ધો-10 પાસ અને 5 વર્ષનો અનુભવ અથવા,ધો-12 પાસ અને 3 વર્ષનો અનુભવ અથવા,આઇટીઆઇ અન 1 વર્ષનો અનુભવ ,ટ્રેનર – 30 જગ્યાઓ, ટ્રેનિંગ આસિસ્ટન્ટ – 30 જગ્યાઓ, કુલ – 60 જગ્યાઓ

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

આ પદો પર અરજી 8 નવેમ્બર, 2021થી લેવાનું શરૂ થઇ ચૂક્યુ છે. અને તેના માટે છેલ્લી તારીખ 17 નવેમ્બર, 2021 છે. ઇચ્છુક ઉમેદવારો વધુ જાણકારી માટે ઓફિશ્યલ વેબસાઇટ(@csb.gov.in) પર જઇને નોટીફિકેશન તપાસી શકે છે. આ પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ @csb.gov.in પર જઇને નોટીફિકેશન તપાસી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની ભરેલા અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો ઈમેલ training.csb@nic.in / rond.csb@nic.in દ્વારા 17 નવેમ્બર, 2021ના સાંજે 6 વાગ્યા પહેલા મોકલી શકે છે. ત્યાર બાદ કરવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે.