ઉજવણી@દેશ: 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજપથ પર સૈન્ય શક્તિનુ પ્રદર્શન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતમાં આજે 72 મો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના રાજપથ પર દેશના સૈન્યની શક્તિ બતાવાઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પહોંચીને ત્રિરંગો લહેરાવ્યો હતો. આ સમય દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ રાજપથ ઉપર પરેડ શરૂ થઈ હતી. આ અગાઉ વડા પ્રધાન
 
ઉજવણી@દેશ: 72માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજપથ પર સૈન્ય શક્તિનુ પ્રદર્શન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતમાં આજે 72 મો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીના રાજપથ પર દેશના સૈન્યની શક્તિ બતાવાઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પહોંચીને ત્રિરંગો લહેરાવ્યો હતો. આ સમય દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ રાજપથ ઉપર પરેડ શરૂ થઈ હતી. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિન પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાકાળ દરમ્યાન દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક દિનની ઉજવણીનો સમય ઘટાડવામાં આવ્યો છે. પરેડનો માર્ગ પણ ટૂંકાવી દેવામાં આવ્યો છે. આ વખતે પરેડ વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી શરૂ થશે જ્યારે દર વખતે પરેડ રાજપથથી શરૂ થઈ લાલ કિલ્લા સુધી જતી હતી. આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન નથી. ઉપરાંત, દર્શકોની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી છે. આ પ્રજાસત્તાક દિન ઘણી રીતે ખાસ બનવાનો છે. જેમાં પ્રથમ વખત ફાઇટર એરક્રાફ્ટ રાફેલ તેની તાકાત બતાવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે,  દર વખતની પરેડમાં સમાવેશ થવા વાળા એક કોન્ટિનજેંટ માં 144 સૈનીકો હોતા પણ આ વખતે ટુકડી ઘટાડીને 96 સૈનીકોની કરવામાં આવી છે. આ વખતની સેના અને અર્ધસૈનિકના કુલ 18 ટુકડીઓ ભાગ લેશે તથા આ પરેડમાં ભુતપુર્વ સૈનીકોનો ટુકડી નહી હોય. આ પરેડનુ મુખ્ય આકર્ષણ બાંગ્લાદેશનું 122-સદસ્યોનુ કોન્ટિનજેન્ટ હશે. પરેડમાં જુદા જુદા રાજ્યોની 32 ઝાંકીઓ નીકાળવામાં આવશે. આ વખતે પ્રજાસત્તાક દિનની પરેડમાં ઉત્તરપ્રદેશની ઝાંકીમાં રામ મંદિરની પણ ઝાંકી નીકાળવામાં આવશે.