કોરોના@દેશઃ 24 કલાકમાં 13,823 કેસ, 162ના મોત, કુલ મૃત્યુંઆંક 1,52,718

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના સંક્રમણ સાથે જોડાયેલા સારા સમાચાર એ છે કે કોવિડ-19 સામે લડી 96.64% દર્દી સાજા થઈ ગયા છે. દુનિયાના ટૉપ-20 સંક્રમિત દેશોની તુલનામાં ભારતમાં સૌથી ઝડપથી કોરોનાના દર્દી સાજા થઈ રહ્યા છે. અમેરિકાનો રિકવરી રેટ 59.08% છે. બ્રાઝીલમાં અત્યાર સુધી 87.54% દર્દી સાજા થઈ ચૂક્યા છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 13,823 કેસ, 162ના મોત, કુલ મૃત્યુંઆંક 1,52,718

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના સંક્રમણ સાથે જોડાયેલા સારા સમાચાર એ છે કે કોવિડ-19 સામે લડી 96.64% દર્દી સાજા થઈ ગયા છે. દુનિયાના ટૉપ-20 સંક્રમિત દેશોની તુલનામાં ભારતમાં સૌથી ઝડપથી કોરોનાના દર્દી સાજા થઈ રહ્યા છે. અમેરિકાનો રિકવરી રેટ 59.08% છે. બ્રાઝીલમાં અત્યાર સુધી 87.54% દર્દી સાજા થઈ ચૂક્યા છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,823 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 162 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,95,660 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 45 હજાર 741 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 16,988 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,97,201 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,718 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 19 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,85,66,947 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 7,64,120 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.