કોરોના@ગુજરાતઃ છેલ્લા 24 કલાકમાં 29 નવા કોસ નોંધાયા, એકપણ મોત નહી
file photo
લ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લા અને કોર્પોરેશન મળીને કુલ 29 કેસો નોંધાયા છે.

અટલ સમાચાર, ડેસ્ક 


દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ચડ ઉતર જોવા મળી રહી છે. ત્યારે કોરોનાએ ફરી બેટિંગ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લા અને કોર્પોરેશન મળીને કુલ 29 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 15 નોંધાયા છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું નથી. જ્યારે રાજ્યભરમાં કુલ 24 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યનો કોરોનામાંથી સાજા થવાનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો થયો છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. કોરોના રસીકરણની વાત કરીએ તો રવિવાર સાંજે પાંચ વાગ્યાથી સોમવાર સાંજે ચાર વાગ્યા સુધી રાજ્યભરમાં કુલ 4,62,380 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. 
 

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં કુલ 235 એક્ટીવ કેસ છે. જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 231 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 816654 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. અને 10090 દર્દીઓ મોતને ભેટ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)ગુજરાતના વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધારે 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે વલસાડમાં 5, વડોદરામાં 4, સુરતમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, ખેડામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે.