દેશઃ પૂંછમાં અથડામણમાં JCO સહિત બે જવાનો શહીદ, સર્ચ ઓપરેશન શરૂ
દેશઃ પૂંછમાં અથડામણમાં JCO સહિત બે જવાનો શહીદ, સર્ચ ઓપરેશન શરૂ

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ નાપાક હરકત કરી છે. પૂંછના નાઢ ખાસના ગાઢ જંગલોમાં છુપાયેલા આંતકવાદીઓએ ફરીથી એક વખત સુરક્ષાદળોને પોતાના નિશાન બનાવ્યા છે. સર્ચ ઓપરેશનમાં સામેલ સેનાના જવાનો પર અચાનક ગોળીબાર કરતા આંતકવાદીઓએ જુનિયર કમીશન અધિકારી(JCO) સહિત બે જવાનોને પર ફાયર કરતા તેઓ શહીદ થયા છે. સેનાના પ્રવક્તા અનુસાર ઘાયલ જવાનોને અથડામણથી કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ સારવાર દરમ્યાન જ સૈનિકોએ દમ તોડી દીધો હતો. બીજી તરફ JCOનું પાર્થિનવ શરીરી હજું સેનાના જવાનોને મળ્યું નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું છે કે ગાઢ જંગલ હોવાની સાથે સાથે પહાડી વિસ્તાર હોવાને કારણે આ અભિયાન ચલાવવામાં ઘણી જ તકલીફ પડી રહી છે, જેસીઓની તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે ગોળીબારની આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. રાતના અંધારામાં જ્યારે જવાનો નાઢ ખાસના જંગલોમાં આતંકવાદીઓની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ઝાડની પાછળ સંતાઈને આતંકીઓએ જવાનો પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં જેસીઓ સહીત 2 જવાન શહીદ થયા છે. આતંકવાદીઓ એકવાર ફરી જંગલમાં જઈને છુપાઈ ગયા હતા.

સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે આંતકીઓની સંખ્યા ત્રણથી ચારની આસપાસ છે. એટલુંજ નહીં છેલ્લા ત્રણ મહીનામાં આજ જંગલોમાં છુપાયેલા હતા. સેના તેમને ઠાર મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ એપણ જાણવા મળ્યું છે કે જંગલોમાં છુપાયેલા આ આંતકીઓની શોધખઓળ માટે પોતાના વિશેષ દળને તૈનાત કર્યા છે. ભિંબર ગલીમાં પડવાવાળી દૂરીયાં અને સાંયોટ ગામોમાં આંતકીઓ દેખાયા હોવાની સૂચના પછી સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. આંતકીઓની હાજરીને જોતા સેનાએ રાજૌરી-પૂંછ હાઈવો પર વાહનોનું આગમન પ્રસ્થાન પણ બંધ રાખવામાં આવ્યું છે.

પોલીસ ઉપ મહાન અધિકારી (ડીઆઇજી) રાજૌરી-પુંછ રેન્જ વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓનો ઘેરી એક વિસ્તાર સુધી સિમીત કરી દીધા છે. સુરક્ષાકર્મીઓથી બચીને આંતકીઓનું જૂથ બે-ત્રણ મહિનાથી અહીં હાજર હતું. આ માહિતી રાજૌરી અને પુંછની સીમાઓ પર ઘણા આંતકવાદ વિરોધી અભિયાન અને અથડામણ થઈ છે. ગત 12 ઓક્ટોબરના રોજ પુંછના સુરન કોટ વિસ્તારમાં ડેરા કી ગલી (ડીકેજી) માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં એક JCO સહિત સૈન્ય પાંચ જવાનો શાહિદ થઈ ગયા હતા.