ક્રિકેટ@દેશ: ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 1 ઈનિંગ અને 25 રને હરાવી ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટીમ ઈન્ડિયાએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ત્રીજા જ દિવસે 1 ઈનિંગ અને 25 રને હરાવ્યું છે. આ સાથે જ 4 ટેસ્ટની સિરીઝને 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલનમાં પહોચી ગઈ છે. હવે ફાઈનલ 18 જૂનના રોજ લોડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત ટકરાશે. ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવવામાં રોહિત શર્મા, રિષભ પંત, સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિનની મહત્વની ભૂમિકા રહી છે. રોહિત આ સિરીઝમાં સૌથી વધારે 345 રન બનાવનાર ભારતીય રહ્યો. પંતે 270 રન બનાવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પ્રથમવાર રમાઈ રહેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે. તેણે 21માંથી સૌથી વધારે 12 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ 11 જીત સાથે બીજા નંબરે રહી.ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 6 સિરીઝમાંથી 5 જીતી છે. એકમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે. પંતે કહ્યું હતું કે, ફિલ્ડિંગ ડ્રિલ્સે અને મારા આત્મવિશ્વાસે મદદ કરી છે. બેટિંગ કોન્ફિડન્સ કિપિંગમાં ટ્રાન્સફર થયો. ટીમ દબાણમાં હતી ત્યારે આ ઇનિંગ્સ બહુ મહત્ત્વપૂર્ણ હતી. ટીમ 146-6 પર હતી, ટીમ દબાણમાં હોય ત્યારે પર્ફોર્મ કરવું એનાથી મોટું કઈ નથી. ફરીથી ફાસ્ટ બોલરને રિવર્સ ફ્લિક કરવાની તક મળે તો ચોક્કસ કરીશ.
Celebrating 50 years of Sunil Gavaskar's Test debut
The cricketing world paid tribute to the legendary former India Captain Mr. Sunil Gavaskar on the occasion of his 50th anniversary of his Test debut for India. @Paytm #INDvENG
Full video
![]()
https://t.co/k97YiyvcmR pic.twitter.com/za4Soq0yMh
— BCCI (@BCCI) March 6, 2021
અશ્વિને કહ્યું હતું કે, તેણે ક્યારેય એક શ્રેણીમાં આનાથી વધુ વિકેટ લીધી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ક્વોલિફાઈ થયા એ મહત્વનું છે. ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ હાર્યા પછી ઇન્ટેનસિટી લેવલ ઓછું હતું. જ્યારે પણ ટીમ દબાણમાં હતું, કોઈને કોઈએ જવાબદારી લઈને સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 4 મહિના મારા માટે સારા રહ્યા છે. વિચાર્યું નહોતું કે ચેન્નઈમાં સદી મારીશ. જાડેજા ઇએકગ્રસ્ત થતા મારા પર જવાબદારી વધુ હતી.