તબાહીઃ ચેન્નઇમાં વરસાદના લીધે પરિસ્થિતિ વણસી, અત્યાર સુધીમાં 14ના મોત

ચેન્નઇમાં થઇ રહ્યો છે ભારે વરસાદના લીધે એરપોર્ટ બપોરે 1.15 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે.
 
file photo
વરસાદના કારણે રાજ્યના 90 તળાવ અને સરોવર છલોછલ ભરાઇ ગયા છે. ભારે વરસાદના લીધે ચેન્નઇમાં 14 લોકોના જીવ ગયા.

અટલ સમાચાર, ડેસ્ક

ચેન્નઇમાં સતત વરસાદના લીધે સ્થિતિ વણસતી જાય છે. ચેન્નઇ સહિત સમગ્ર તમિલનાડુમાં વરસાદથી અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે. લોકોને હાલ વરસાદથી રાહત મળવાના અણસાર નથી. તમિલનાડુના હવામાન વિભાગે રાજ્યના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે તિરૂવલ્લૂર, ચેન્નઇ, ચેંગલપટ્ટૂ અને કાંચીપુરમ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

રાજધાની ચેન્નઇમાં પહેલાં જ ભારે વરસાદના લીધે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના લીધે આવેલી તબાહીમાં ઘણા માસૂમોનો જીવ પણ ગયો છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લામાં 11 નવેમ્બર માટે ભારે વરસાદના લીધે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે રાજ્યના 90 તળાવ અને સરોવર છલોછલ ભરાઇ ગયા છે. ભારે વરસાદના લીધે ચેન્નઇમાં 14 લોકોના જીવ ગયા. ચેન્નઇમાં ભારે વરસાદના લીધે અત્યાર સુધી 14 લોકોના જીવ ગુમાવી ચૂક્યા છે. સ્થાનિક વહિવટી તંત્ર રાહત અને બચાવ કાર્યોમાં જોડાઇ ગયું છે અને ગત 4 દિવસની અંદર શહેરમાં 20 લાખ લોકો સુધી ભોજન પહોંચડવામાં આવ્યું છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

ચેન્નઇમાં થઇ રહ્યો છે ભારે વરસાદના લીધે એરપોર્ટ બપોરે 1.15 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના લીધે ચેન્નઇ શહેરના 13 સબવેમાં પાણી ભરાઇ ગયું છે અને હજારો ઝાડ પડી ગયા છે.  લગભગ દક્ષિણ ચેન્નઇ ક્ષેત્રમાં મોટાભાગે કેબલની ખરાબી અને ફીડર ટ્રેપિંગના કારણે વિજળી ગુલ થઇ ગઇ છે. ઘણી જગ્યાએ ટેંજેડકોએ સાવધાનીના ભાગરૂપે સેવાને બંધ કરી દીધી છે. કોલાથુર સહિત ચેન્નઇના ઘણા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નિકાળવામાં આવ્યા છે. ટેસ્ટ ઇમરજન્સી ટીમ બચાવ હોડીઓ, લાકડા કાપવાના મશીન અને ડ્રિલિંગ મશીન પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

ભારે પવન સાથે જ વરસાદના સાથે ઠે ઠેર ઝાડ ધરાશાયી થઇ ગયા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ઘણા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ કરી છે. ચેન્નઇમાં ભારે વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તમિલનાડુમાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે.