રોજગારઃ NTPCમાં LLB પાસ યુવાનો માટે નોકરીની સોનેરી તક, 30,000 પગારથી થશે શરૂઆત
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા વર્ષ 2022ના પ્રારંભે કાયદાના સ્નાતક યુવક યુવતીઓ માટે નોકરીની તક આપવામાં આવી છે. જે ઉમેદવારોએ એલએલબી કર્યુ હોય તે કોમન લો ટેસ્ટ 2021ના પ્રદર્શન દ્વારા પસંદ કરવામાં આવશે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ7-1-2022 છે. ઈચ્છુક ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકશે.

NTPC Recruitment 2022 જગ્યા : NTPC દ્વારા આસિસ્ટન્ટ લૉ ઓફિસરની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં કુલ 10 જગ્યા છે. આ પૈકીની 6 બિન અનામત કેટેગરીને એક ઈડબલ્યૂએસ, બે ઓબીસી અને એક એસસી કેટેગરીની જગ્યા છે. CLAT-2021 આપેલા એલએલબી કરેલા ઉમેદવારો આ નોકરી માટે અરજી કરી શકશે. નોકરીમાં અરજી કરનારા ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર અરજી કરવાની અંતિમ તારીખે 30 વર્ષ હોવી જોઈએ. આ ઉંમરથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારોને નોકરીમાં પ્રાધાન્યા નહીં મળે

NTPC Recruitment 2022 પસંદગી પ્રક્રિયા : આ ભરતી માટે CLAT-2021ના સ્કોરના આધારે પસંદ કરવામાં આવશે. અગાઉના વર્ષની CLATના સ્કોરને ધ્યાને લેવામાં આવશે.  આ પસંદગી પ્રક્રિયામાં મુખ્ય ભરતીનું માપદંડ જ ક્લેટનો સ્કોર છે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે.

જગ્યા    10
પસંદગી પ્રક્રિયા    CLAT2021ના સ્કોર દ્વારા
લાયકાત    LLB
અરજી કરવાની ફી    જનરલ, ઈડબલ્યુએસ, ઓબીસી ઉમેદવારો માટે 300 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ    7-1-2022
ભરતીની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે    અહીંયા ક્લિક કરો

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


NTPC Recruitment 2022 પગાર : આ નોકરીમાં પસંદ થનારા ઉમેદવારોને પગાર 30,000-1,20,000ના EO લેવલમાં પગાર આપવામાં આવશે. પગારનો બેઝિક માપદંડ રૂપિયા 30,0000  રહેશે. આમ શરૂઆતનો પગાર 30,000થી ગણાશે.
NTPC Recruitment 2022 અરજી કરવાની પ્રક્રિયા

ઉમેદવારોએ ntpcની સત્તાવાર વેબસાઇટ પર જઈને અજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઇન ફી પણ ભરવાની રહેશે.


NTPC Recruitment 2022 ફી : આ ભરતી માટે જનરલ, ઈડબલ્યુએસ, ઓબીસી ઉમેદવારો માટે 300 રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે એસસી, એસટી, પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે નિશુલ્ક અરજી છે.