આસ્થાઃ દિવાળીની રાત્રીએ જો આટલા જનાવર દેખાય તો થશે આર્થિક લાભ, માલામાલ થવાનો ટૂચકો
આસ્થાઃ દિવાળીની રાત્રીએ જો આટલા જનાવર દેખાય તો થશે આર્થિક લાભ, માલામાલ થવાનો ટૂચકો

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીને એક મહાન તહેવારનો દરજ્જો મળ્યો છે કારણ કે આ તહેવાર સતત પાંચ દિવસ સુધી ચાલે છે. આ તહેવારની તૈયારીઓ ઘણા સમય પહેલાથી શરૂ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે મા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. જેના કારણે લોકો ઘણા દિવસો સુધી ઘરની સફાઈમાં વ્યસ્ત રહે છે. એટલું જ નહીં, દિવાળીને લઈને શુકુન શાસ્ત્રમાં કેટલીક માન્યતાઓ પણ પ્રચલિત છે.

એવું કહેવાય છે કે, જો ભાગ્યે જ દેખાતા કેટલાક જીવો દિવાળીની રાત્રે જોવામાં આવે તો તે દેવી લક્ષ્મીના આગમનનું સૂચક માનવામાં આવે છે. જેના કારણે આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ધન-સંપત્તિ બની રહે છે. તો ચાલો જાણીએ કે, દિવાળીની રાત્રે કયા જીવો માટે શુભ માનવામાં આવે છે.

ઘુવડ

જો તમને દિવાળીની રાત્રે ઘુવડ દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. દિવાળીની રાત્રે આને જોવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

છછુંદર

સામાન્ય રીતે છછુંદર જોવાનું મન ખરાબ થઈ જાય છે. પરંતુ દિવાળીની રાત્રે છછુંદર જોવાનું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, દિવાળીની રાત્રે આને જોવાથી ઘરમાં ધનની કમી નથી આવતી.

અટલ સમાચારપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બિલાડી

દિવાળીની રાત્રે બિલાડીને જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, દિવાળી પૂજા પછી, જો તમે ઘરમાં અથવા તેની નજીકમાં કોઈ બિલાડી જોશો, તો મા લક્ષ્મીના આગમનનું સૂચક છે. દિવાળી પર બિલાડી જોવાથી ઘરમાં લક્ષ્મી અને ખુશીઓ આવે છે.

ગરોળી

સામાન્ય રીતે ઘરમાં ગરોળી દેખાય તો આપણે તેને ભગાડવાનું શરૂ કરી દઈએ છીએ, પરંતુ શકુન શાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે ગરોળી દેખાય તો તેને ભગાડશો નહીં. કારણ કે, દિવાળીની રાત્રે ગરોળી જોવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં મહત્વનો માનવામાં આવે છે અને ત્યાર બાદ તુરંત જ હિન્દુઓનું નવું વર્ષ પણ શરૂ થાય છે. જો દિવાળીના દિવસે ઉપરોક્ત જાનવરો કે પક્ષીઓ તમે જોઈ લો છો તો તમારા આવનાર વર્ષમાં તમને લક્ષ્મી મતાની રહેમ રહે છે અને આખુ વર્ષ આર્થિક તકલીફ પડતી નથી.