ગૌરવઃ નીરજ ચોપરા સહિત 12 ખેલાડીને ખેલરત્ન, ભાવિના પટેલ સહિત 35ને અર્જૂન એવોર્ડનું સન્માન કરાયું

નીરજ ચોપડા (એથલેટિક્સ) રવિ કુમાર (કુશ્તી), લવલીના બોરગોહેન (બોક્સિંગ) પીઆર શ્રીજેશ (હૉકી) અવનિ લેખારા (પેરા શૂટિંગ) સુમિત અંતિલ
 
file photo
રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમિતિએ ભારતના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે 12 ખેલાડીઓના નામ નક્કી કર્યા હતા.

અટલ સમાચાર, ડેસ્ક

ખેલ રત્ન પુરસ્કાર માટે એથ્લેટ નીરજ ચોપરા સહિત 12 ખેલાડીઓને રાષ્ટ્રપતિ ભવનમાં ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમિતિએ ભારતના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે 12 ખેલાડીઓના નામ નક્કી કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં (Tokyo Olymp, પીઆર શ્રીજેશઅને લોવલિના બોર્ગોહાઈ સાથે યાદીમાં સામેલ છે. સુનીલ છેત્રીસાથે પીઢ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજને પણ ટોચના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

2021 ભારત માટે ખાસ વર્ષ હતું, જ્યાં ઘણા ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 તેમજ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં દેશને ગૌરવ અપાવ્યું હતું. પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની રહેલી ભારતીય પેરાલિમ્પિયન અવની લેખારાના (Avani Lekhara) નામની પણ ભલામણ કરવામાં આવી હતી.. પેરાલિમ્પિક્સ 2020માં F64 પેરા જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતિલના નામની પણ ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી હતી.

આ પુરસ્કાર દર વર્ષે 29મી ઓગસ્ટના રોજ યોજાય છે પરંતુ આ વર્ષે ઓલિમ્પિકના ખેલાડીઓને અને પેરાલિમ્પિકના ખેલાડીઓનો સમાવેશ કરવા માટે તેન લંબાવવામાં આવ્યો હતો. આ સમારોહમાં ખેલાડીને એક સુવર્ણ પદક અને રૂપિયા 25 લાખ રોકડ આપવામાં આવે છે. જ્યારે અર્જુન એવોર્ડ વિજેતાને રૂપિયા 15 લાખ કેશ અને એક કાસ્ય પ્રતિમા તેમજ સન્માન પત્રક આપવામાં આવે છે.


ખેલરત્ન એવોર્ડ વિજેતા

નીરજ ચોપડા (એથલેટિક્સ) રવિ કુમાર (કુશ્તી), લવલીના બોરગોહેન (બોક્સિંગ) પીઆર શ્રીજેશ (હૉકી) અવનિ લેખારા (પેરા શૂટિંગ) સુમિત અંતિલ (પેરા એથલેટિક્સ) પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન) કૃષ્ણા નાગર (પેરા બેડમિન્ટન) મનીષ અગ્રવાલ (પેરા શૂટિંગ) મિતાલી રાજ (ક્રિકેટ) સુનિલ છેત્રી (ફૂટબોલ) મનપ્રીત સિંહ (હૉકી)

અર્જૂન એવલોર્ડ વિજેતા

ભાવિના પટેલ (પેરાટેબલ ટેનિસ) અરપિંદર સિંહ (એથલેટિક્સ) સિમરનજીત કૌર (બૉક્સિંગ) શિખર ધવન (ક્રિકેટ) સીએ ભવાની દેવી (ફેન્સિંગ) મોનિકા (હૉકી) વંદના કટારિયા (હૉકી) સંદીપ નરવાલ (કબડ્ડી) હિમાની ઉતમ પરબ (મલ્લખંભ) અભિષેક વર્મા (નિશાનેબાજી) અંકિતા રૈના (ટેનિસ) સુરેન્દ્ર કુમાર (હૉકી) અમિત રોહિદાસ (હૃકી) વીરેન્દ્ર લાકડા )હૉકી) ગુરજંત સિંહ (હૉકી) મનદીપ સિંહ (હૉકી) શદીપક બૂનિયા (કુશ્તી) હરનપ્રીત સિંહ( હૉકી) રુપૂંદર પાલ સિંહ (હૉકી) સુરેન્દ્ર કુમાર (હોકી) હાર્દિક સિંહ (હૉકી) લલિત કુમાર ઉપાધ્યાય (હૉકી) વરુણ કુમાર (હૉકી) સિમરનજીત સિંહ (હૉકી) યોગેશ કધૂનિયા (પેરા એથલેટિક્સ) નિષાદ કુમાર (પેરા એથલેટિક્સ) પ્રવીણ કુમાર (પેરા એથલેટિક્સ) સુહાશ યતિરાજ (પેરા બેડમિન્ટન) સિંહરાજ અધાના (પેરા નિશાનેબાજી) હરવિંદદર સિંહે (પેરા તીરંદાજી) શરદ કુમારે (પેરા એથલેટિક્સ)


લાઇફ ટાઇમ શ્રેણી દ્રોણાચાર્ય એવોર્ડ : સમારંભમાં ટીપી ઓસેફ, સરકાર તલવાર, સરપાલસિંહ, આશાન કુમાર અને તપન કુમાર પાણિગ્રહીને લાઇફ ટાઇમ શ્રેણીમાં દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યા હતા.

રેગ્યુલર ક્ષેણીના દ્રોણાચાર્ય એવોર્ડ : જ્યારે રાધાકૃષ્ણન નાયર પી, સંધ્યા ગુરંગ, પ્રીતમ સિંઘ સિવાત, જય પ્રકાશ નોટિયાલ, સુબ્રમણિયન રમનને નિયમિત શ્રેણીનો દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો છે.


લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ : જ્યારે લેખ કેસી, અભિજીત કુંટે, દવિંદર સિંહ ગરચા, વિકાસ કુમાર અને સજ્જનસિંહને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી : આ સન્માન સમારંભમાં રમતગમતની મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી પંજાબ વિશ્વવિદ્યાલય (ચંદીગઢ)ને આપવામાં આવી છે.