સરકારી નોકરીઃ BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

ASIની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 29,200થી 92,300 સુધીનો પગાર આપવામાં આવશે. જયારે HCની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 25,500 થી 81,100 સુધીનો પગાર આપવામાં આવશે.
 
file photo
કોન્સ્ટેબલ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 21,700 થી 69,100 સુધીનો પગાર આપવામાં આવશે.


અટલ સમાચાર, ડેસ્ક

સીમા સુરક્ષા બળમાં નોકરી મેળવતા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક છે. સીમા સુરક્ષા બળએ ગ્રુપ સી પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. સીમા સુરક્ષા બળમાં જાહેર થયેલ ભરતી માટે તમામ ઉમેદવાર આ rectt.bsf.gov.in વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. રોજગાર સમાચારમાં જાહેરાત થયા બાદના 45 દિવસમાં ઓનલાઈન અરજી કરી શકાય છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

આ પ્રક્રિયાની મદદથી કુલ 72 પદ પર ભરતી કરવામાં આવશે. કોન્સ્ટેબલ (સીવરમેન)ની 2 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (જનરેટર ઓપરેટર)ની 24 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (જનરેટર મિકેનિક)ની 28 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (લાઈનમેન)ની 11 પોસ્ટ માટે, ASIની 1 પોસ્ટ માટે અને HCની 6 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. કોન્સ્ટેબલ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 21,700 થી 69,100 સુધીનો પગાર આપવામાં આવશે. ASIની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 29,200થી 92,300 સુધીનો પગાર આપવામાં આવશે. જયારે HCની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 25,500 થી 81,100 સુધીનો પગાર આપવામાં આવશે.


ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કોન્સ્ટેબલ પદ પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત ITI સર્ટીફિકેટ હોવું પણ જરૂરી છે. આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વિસ્તૃત જાણકારી માટે ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન ચેક કરી શકે છે.