સરકારી નોકરીઃ આસિસ્ટન્ટ પ્રોફેસરની 49 જગ્યા માટે ભરતી, આટલો હશે પગાર
nokri
ઈન્સ્ટીટ્યુટ તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર આ પોસ્ટ માટે માત્ર SC, ST, OBC-NCL, EWS ની શ્રેણીના ઉમેદવાર અરજી કરી શકે છે.

અટલ સમાચાર, ડેસ્ક


ટીચીંગ ફીલ્ડમાં જોબ માટેની રાહ જોતા યુવાઓ માટે એક મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે. IIT મદ્રાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 49 પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છા ધરાવનાર ઉમેદવાર IIT મદ્રાસની અધિકૃત વેબસાઈટ iitm.ac.in ના માધ્યમથી ઓનલાઈન નોટિફિકેશન ચેક કરી શકે છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 ડિસેમ્બર 2021 છે. અરજી કરનાર ઉમેદવારોએ યાદ રાખવું જરૂરી છે કે, 2 ડિસેમ્બર બાદ કોઈપણ અરજી ફોર્મ સ્વીકારવામાં નહીં આવે.

ઈન્સ્ટીટ્યુટ તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર આ પોસ્ટ માટે માત્ર SC, ST, OBC-NCL, EWS ની શ્રેણીના ઉમેદવાર અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે Ph.d કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત સંબંધિત વિષયનો સારો એકેડેમિક રકોર્ડ હોવો જોઈએ.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


પગાર :    પસંદગી પામનારા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ પગાર આપવામાં આવશે. પગારની શરૂઆત 70,000 રૂપિયાથી થશે અને તેનો સ્કેલ લેવલ અને ચુકવણીના ગ્રેડ મુજબ બદલાશે. પગારની સંપૂર્ણ વિગતો અરજીની ભરતીમાં લખેલી છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવારોએ અરજીની સાથે ભારત સરકારના નિર્ધારિત ફોર્મેટમાં યોગ્ય અધિકારીએ આપેલ SC, ST, OBC-NCL, EWS અને pwd સર્ટીફિકેટ અપલોડ કરવાનું રહેશે.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા :    49
લાયકાત :    સ્પેશિયલાઇઝ્ડ શાખામાં પીએચડી સાથે શૈક્ષણિક અનુભવ
પસંદગી પ્રક્રિયા :    ઈન્ટરવ્યૂના માધ્યમથી
અરજી કરવાની છેલ્લી તારીખ :    2-12-2021
આવેદન શુલ્ક :    અરજીમાં ઉલ્લેખ નથી

કેવી રીતે અરજી કરવાની રહેશે

ઉમેદવારોએ IIT મદ્રાસની અધિકૃત વેબસાઈટ iitm.ac.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ ભરીને સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરીને અરજી ફોર્મ અપલોડ કરવાનું રહેશે. આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અરજી કરનાર ઉમેદવારમાંથી યોગ્ય ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. વ્યક્તિગત ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલ બહારના શહેરના ઉમેદવારોને 2 ટીયર એસી રેલ્વેનું ભાડું અથવા ઈકોનોમી ક્લાસની હવાઈ ટીકિટનો ચાર્જ ચૂકવવામાં આવશે. આ પોસ્ટ સંબંધિત અન્ય જાણકારી મેળવવા માટે ઉમેદવારો IIT મદ્રાસની અધિકૃત વેબસાઈટ iitm.ac.in ની મુલાકાત લેવાની રહેશે.