સરકારી નોકરીઃ રેલવેમાં એપ્રિન્ટીસમાં ભરતી, 1650 જગ્યા ભરાશે, આ તારીખ સુધી અરજી કરી શકાશે
સરકારી નોકરીઃ રેલવેમાં એપ્રિન્ટીસમાં ભરતી, 1650 જગ્યા ભરાશે, આ તારીખ સુધી અરજી કરી શકાશે

અટલ સમાચાર, ડેસ્ક

રેલવે રિક્રુટમેન્ટ સેલ, ઉત્તર મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટિસની જગ્યા માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે આ પદો માટે આગામી 2જી નવેમ્બરથી એપ્લિકેશનની શરૂઆત થશે. દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડવાની સાથે જ રોજગારની તકો ખુલી રહી છે ત્યારે કુલ 1664 જગ્યા માટે ઉત્તર મધ્ય રેલવે પ્રયાગરાજ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ગુજરાતના ઇચ્છુક ઉમેદવારો જો પસંદ થાય તો તેમણે પ્રયાગરાજ ડિવિઝન, ઝાંસી ડિવિઝન, આગરા ડિવિઝન અને ઝાંસી વર્કશોપ માટે કામ પર જવાનું રહેશે. જે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત યોગ્ય હશે તેમને આ નોકરી માટે પસંદ કરવામાં આવશે.

RRC NCR Recruitment 2021: શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે ટ્રેડ વેલ્ડર, કારપેન્ટર, વાયરમેનની પોસ્ટ માટે ઉમેદવારોનું આઠ પાસ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ આવશ્યક છે. જ્યારે અન્ય પદ માટે ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો સાથે આઈટીઆઈટીની ડિગ્રી પણ અનિવાર્ય છે. આ નોકરીઓમાં પ્રયાગ રાજ ડિવિઝનમાં 703 પોસ્ટ, ઝાંસી ડિવિઝનમાં 480 પોસ્ટ, વર્કશોપ ઝાંસી ડિવિઝનમાં 185 પોસ્ટ, આગરા ડિવિઝનમાં 296 પોસ્ટ પર નોકરી બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે 2જી નવેમ્બરથી અરજી આપવાની શરૂઆત કરી શકાશે જ્યારે 1 ડિસેમ્બરના રોજ અરજી કરવાની અંતિમ તિથી છે. એપ્લિકેશનની અધિકારીક વેબસાઇટ છે. www.rrcpryj.org

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જુદા જુદા પદ માટે થનારી નોકરી માટે ઉંમરની મર્યાદા 15 વર્ષથી ઓછી ન હોવી જોઈએ જ્યારે 24 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઓબીસી વર્ગના ઉમેદવારનો 3 વર્ષ અને એસસી તેમજ એસટી વર્દના ઉમેદવારોને ઉંમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે. ઉમેદવારોની ઉંમરની ગણતરી 1-12-2021થી કરવામાં આવશે. આ પદો પર શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ તૈયાર થશે. ઉમેદવારોની પસંદગીમાં લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂ નહીં હોય. વધુ માહિતી માટે નોટિફિકેશન ચોક્કસથી અને બારીકાઈ પૂર્વક વાંચવાનું રહેશે.