ગુજરાતઃ દિવાળી બાદ કોરોનાનો કેર વર્તાયો, અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા

ઇસનપુરમાં દેવ કેસ્ટ-1માં 20 ઘર કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ ઉપરાંત હાઉસ ટૂ હાઉસ અને સ્કિનિંગ કામગીરી હાથ ધરાઇ છે.
 
file photo
સૂત્રો અનુસાર, જે ત્રણ પરિવારમાં કોરોનાનાં કેસ નોંધાયા છે. તેમાંથી એક પરિવાર ગોવા, એક સિક્કિમ અને એક વડોદરા ફરી આવ્યાં છે.

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીનાં તહેવાર પહેલાં બજારોમાં ખરીદી માટે જે ભીંડ જોવા મળી હતી તેની અસર હવે વર્તાઇ રહી છે. તો આ વખતે ગુજરાતીઓ કોરોનાનો ડર ભુલાવી રજાઓમાં ફરવા પણ ગયા હતાં. ત્યારે ગુજરતામાં જે ચાર મહિનાથી કોરોનાનાં કેસ નહિવત પ્રમાણમાં હતાં તે હવે ફરી એક વખત ઉચકાયા છે. અમદાવાદમાં બે દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14 નવાં કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલમાં કોરોનાથી કોઇનું મોત થયું નથી. ગત 24 કલાકમાં અમદાવાદમાં 16 હજારથી વધુ લોકોનું કોવિડ રસીકરણ થયું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો 

કોરોનાનાં કેસ ઘટ્યા બાદ જુલાઇ મહિના પછી અમદાવાદ શહેરમાં એક પણ વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયો ન હતો. પણ બુધવારે શહેરમાં કોરોનાનાં એક સાથે 16 કેસ નોંધાયા હતાં. મ્યુનિસિપલ કમિશ્નરે દેવ કેસલ ફ્લેટનાં કેટલાંક મકાનોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકી દીધા છે. જેમાં એ 101થી 104, એ 201થી 204, એ 301થી 304, એ 401થી 404 અને એ 501થી 504 નંબરનાં ઘરનો સમાવેશ થાય છે. આમ ઇસનપુરમાં દેવ કેસ્ટ-1માં 20 ઘર કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. આ ઉપરાંત હાઉસ ટૂ હાઉસ અને સ્કિનિંગ કામગીરી હાથ ધરાઇ છે. તેમ મ્યુનિસિપાલ્ટીનાં આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે.

સૂત્રો અનુસાર, જે ત્રણ પરિવારમાં કોરોનાનાં કેસ નોંધાયા છે. તેમાંથી એક પરિવાર ગોવા, એક સિક્કિમ અને એક વડોદરા ફરી આવ્યાં છે. જેથી આશંકા છે કે, તેઓને ત્યાંથી સંક્રમણ લાગ્યું હોય. ગુજરાતમાં ચારેક મહિના પછી પહેલી વખત સતત બીજા દિવસે કોરોનાનાં નવાં 42 કેસ નોંધાયા છે. બુધવારે 42 કેસ બાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 40 કોવિડ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 14 કેસ છે. નવાં કેસ નોંધાવવાની સાથે જ ડિસ્ચાર્જ થતા દર્દીઓનું પ્રમાણ ઘટ્યું છે. ધીમી ગતિએ વધતા કેસ ફરી એક વખત તબિબો માટે ચિંતાનો વિષય બની ગયા છે.