ગુજરાતઃ 120 કિલોના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ, નવલખી પોર્ટ પાસેથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે.
 
file photo
ગુજરાત એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં રવિવારે મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને કરોડો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા હતા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત જાણે ડ્રગ્સના  ધંધાનું હબ બની રહ્યું હોય તેમ છેલ્લા થોડા સમયમાં અનેક કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે હવે રવિવારે મોડી રાતે પણ નવલખી પોર્ટ પાસેના ઝીંઝુડા ગામમાંથી 120 કિલોના જથ્થાનું ડ્રગ્સ (drugs) ઝડપી પાડવામાં આવ્યુ છે.  ગુજરાત એટીએસ અને મોરબી એસઓજીએ આ મસમોટા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સના જથ્થાની આશરે બજાર કિંમત 600 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


પોલીસને બાતમી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગેની તપાસ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે ઘરોમાંથી આ ડ્રગ્સ ઝડપાયાની માહિતી મળી રહી છે. મોડી રાતે આ ગામમાં અધિકારીઓની ગાડીઓના કાફલા ખડકી દેવામાં આવ્યાની સ્થિતિ સર્જાઇ હતી.

ગુજરાત એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં રવિવારે મોડીરાત્રે દરોડો પાડીને બે શખ્સને કરોડો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સો કોણ છે, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે તે અંગે હાલ પૂછપરછ ચાલી રહી છે અને થોડા સમયમાં અનેક મોટા ખુલાસાઓ પણ થઇ શકે છે. થોડા સમય પહેલા દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા 315 કરોડના ડ્રગ્સના (Dwarka drugs case) મામલે વધુ બે આરોપીના નામ ખુલતા કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમા બે દિવસ પહેલા એક મહારાષ્ટ્રીયન યુવક સેજાદ ઘોસી પાસેથી 17 કિલો 651 ગ્રામ ડ્રગ્સ ઝડપાતા હરકતમાં SOG હરકતમાં આવી હતી.SOG દ્વારા ડ્રગ્સ સપ્લાયર સલાયાના કારા બન્ધુ સલીમ કારા અને અલી કારાને ઝડપી તેમની પાસેથી 47 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. રૂપિયા 315 કરોડનો જંગી ડ્રગ્સનો જથ્થો ઝડપી તમામ ત્રણેય આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મળ્યા હતા.