ગુજરાતઃ વિદ્યાર્થીઓના હિતમા લેવાયો વધુ એક નિર્ણય, ધોરણ 10 બાદ એડમિશન વિશે મોટી જાહેરાત

દર વર્ષે અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે. ત્યારે તેમાંથી 1.5 થી 2 લાખ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની તક મળે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.
 
file photo
બેઝિક ગણિત રાખનારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એટલે કે બી ગ્રૂપમા પ્રવેશ મળશે. બાયોલોજી, ફિઝીક્સ અને કેમેસ્ટ્રીમાં તેઓ પ્રવેશને પાત્ર રહેશે. 

અટલ સમાચાર, ડેસ્ક

 દિવાળીના 21 દિવસના વેકેશન બાદ ગુજરાતમાં તમામ શાળા કોલેજો શરૂ થઇ છે. તેવામાં ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વનો નિર્ણ લીધો છે. વિદ્યાર્થીઓના હિત માટે નવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે, ધોરણ 10 માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ મળશે. B ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


 આજથી ધોરણ 10 ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, અત્યાર સુધી ધોરણ 10 માં ગણિત બેઝકના વિદ્યાર્થી જે રાખે છે, તેમને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતો ન હતો. તેથી નિર્ણય લેવાયો કે, તેથી બેઝિક ગણિત રાખનારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એટલે કે બી ગ્રૂપમા પ્રવેશ મળશે. બાયોલોજી, ફિઝીક્સ અને કેમેસ્ટ્રીમાં તેઓ પ્રવેશને પાત્ર રહેશે. 

https://www.facebook.com/569491246812298/


ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે. ત્યારે તેમાંથી 1.5 થી 2 લાખ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની તક મળે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. તેથી આ જાહેરાત તેમના કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થશે.