ફટકો@દેશ: રાંધણગેસના ભાવમાં સતત ચોથી વખત વધારો, મહિનામાં 125 રૂપિયા મોંઘું થયુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે ફરી એકવાર રાંધણગેસના ભાવમાં આજે ફરી એકવાર વધારો થયો છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 25નો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનાથી આજ દિવસ સુધીની વાત કરીએ તો આ ચોથી વખત સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. માર્ચ મહિનામાં કુલ 3 વખત ભાવ વધારો કરાયો, જ્યારે માર્ચ મહિનાના પહેલા દિવસે
 
ફટકો@દેશ: રાંધણગેસના ભાવમાં સતત ચોથી વખત વધારો, મહિનામાં 125 રૂપિયા મોંઘું થયુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે ફરી એકવાર રાંધણગેસના ભાવમાં આજે ફરી એકવાર વધારો થયો છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 25નો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનાથી આજ દિવસ સુધીની વાત કરીએ તો આ ચોથી વખત સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. માર્ચ મહિનામાં કુલ 3 વખત ભાવ વધારો કરાયો, જ્યારે માર્ચ મહિનાના પહેલા દિવસે જ ભાવ વધારો કરાયો છે. આમ, કુલ મળીને 4 વખતમાં રૂપિયા 125નો વધારો કરવામાં આવ્યો છે. હવે ગેસ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા થઇ ચૂકી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 819 રૂપિયા થઇ ગઇ છે. દિલ્હીમાં વપરાશકર્તાઓને કોઇ સબસીડી મળતી નથી. તમામ લોકો માટે સિલિન્ડરની કિંમત રૂપિયા 819 જ રહેશે. જો કે, દૂરના વિસ્તારોમાં અમુક સબસિડી આપવામાં આવે છે. જ્યારે ગત ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીની વાત કરીએ તો કુલ રૂપિયા 150નો ભાવ વધારો કરાયો છે. પેટ્રોલ અને ડીઝલની સાથે રાંધણ ગેસના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ ચાર ફેબ્રુઆરીએ ગેસ સિલિન્ડરના ભાવામાં રૂપિયા 25 તે બાદ 15 ફેબ્રુઆરીએ રૂપિયા 50 અને 25 ફેબ્રુઆરીએ રૂપિયા 25નો ભાવ વધારો કરાયો હતો. જે બાદ આજે પહેલી માર્ચે ફરી એક વખત રૂપિયા 25નો ભાવ વધારો કરાયો છે. આમ, કુલ 4 વખતના ભાવ વધારા સાથે કુલ રૂપિયા 125નો વધારો ઝીંકાયો છે.