બનાવ@પાલનપુર: પુત્રીનું સગપણ તોડનારા વેવાઇની ધારીયાના ઘા મારી કરૂણ હત્યા કરાઇ
file photo

તેમને સંતાનોમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે. બંને પુત્રીઓના લગ્ન કરેલા છે. જ્યારે પુત્રના લગ્ન કરવાના બાકી છે. ગોપાલભાઇની હત્યા કરવામાં આવતાં બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અટલ સમાચાર, ડેસ્ક

પાલનપુર તાલુકાના લુણવા ગામનો યુવક મંગળવારે પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તેમના જમાઇના ખબર અંતર પુછવા આવ્યો હતો. ત્યારે અગાઉ પોતાની દીકરીનું સગપણ તોડવાની અદાવત રાખી પાલનપુર હરિપુરા વિસ્તારના વેવાઇએ દુકાનના ઓટલા ઉપર ધારીયાના ઘા મારી યુવકની ઘાતકી હત્યા કરતાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી હત્યારા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

પાલનપુર તાલુકાના લુણવા ગામના ગોપાલભાઇ કાળુભાઇ વેડુ (ઉ.વ.45) મંગળવારે પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તેમના જમાઇ વિરાભાઇ હરિભાઇ વેડુના ખબર અંતર પુછવા માટે તેમના પુત્ર વિક્રમ (ઉ.વ. 15) સાથે આવ્યા હતા. જેઓ જીઆઇડીસી તરફ જવા માર્ગે નજીક આવેલી એક દુકાનના ઓટલા પાસે ઉભા હતા. ગોપાલભાઇ વેડુના પત્નીનું નિધન થઇ ગયું છે. તેમને સંતાનોમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે. બંને પુત્રીઓના લગ્ન કરેલા છે. જ્યારે પુત્રના લગ્ન કરવાના બાકી છે. ગોપાલભાઇની હત્યા કરવામાં આવતાં બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


સુત્રોએ જણાવ્યુ હતુ કે, દરમિયાન પાલનપુર હરિપુરા વિસ્તારમાં રહેતા તેમના અગાઉના વેવાઇએ ધારીયાના ઘા માથામાં મારતાં ગોપાલભાઇ લોહિલૂહાણ હાલતમાં ઓટલા ઉપર જ ઢળી પડ્યા હતા. જ્યાંથી હત્યારા શખ્સો ફરાર થઇ ગયા હતા. દરમિયાન ગોપાલભાઇનો પુત્ર અને એક સબંધી મહિલા ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પશ્વિમ પોલીસ મથકની ટીમ ત્યાં દોડી આવી હતી. અને ગોપાલભાઇના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.