ફફડાટ@દેશઃ એક જ દિવસમાં 37379 નવા કેસ નોંધાયા, 164 લોકોના મોત થયા
file fhoto

 અટલ સમાચાર, ડેસ્ક


કોરોના સંક્રમણ દેશમાં તેજ સ્પીડની સાથે સતત ફેલાઈ રહ્યો છે. આ બાદ એ સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર હવે દેશમાં આવી ચૂકી છે. ગત 24 કલાકમાં 37 હજાર 379 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. જ્યારે 124 લોકોના જીવ ગયા છે. આ બાદ દેશમાં કુલ કોવિડના મામલા વધીને 3 કરોડ 49 લાખ 60 હજાર 261 થઈ ગયા છે તો  મરનારની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 14 થઈ ગઈ.


કોરોનાના સક્રિય મામલા હવે વધીને 1 લાખ 71 હજાર 830 થઈ ગયા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણથી સાજા થનારાની સંખ્યા 3 કરોડ 43 લાખ  6 હજાર 414 થઈ ગઈ છે. આ દરમિયાન રસીકરણ સ્પીડમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 146 કરોડ વેક્સીનેશન ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના મામલા વધીને હવે 1892 થઈ ગયા છે. જો કે 766 લોકો સાજા થયા છે. એક દિવસ પહેલા સોમવારે કોરોનાના ગત 24 કલાક દરમિયાન 33 હજાર 750 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે આ દરમિયાન 123 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોનાના 4099 નવા કેસ આવ્યા છે. જ્યારે એકનું મોત થયું છે. આ સાથે કુલ મામલાની સંખ્યા વધીને 14, 58, 220 થઈ ગઈ છે. કોરોના સંક્રમણ દર વધીને 6.46 ટકા થઈ છે. જે ગત 7 મહિનામાં સૌથી વધારે છે.