મોંઘવારીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી લાગી આગ, જાણો તમારા શહેરનો આજનો ભાવ
મોંઘવારીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી લાગી આગ, જાણો તમારા શહેરનો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35-35 પૈસાનો વધારો કરાયો છે. જે બાદમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ ઉપરાંત મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 34 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલમાં 37 પૈસાનો વધારો થયો છે. ત્રણ અઠવાડિયાની વાત કરવામાં આવે તો ડીઝલની કિંમતમાં 5.87 રૂપિયા અને પેટ્રોલની કિંમતમાં 4.07 રૂપિયાનો વધારો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શુક્રવારે ક્રૂડ ઓઇલની કિંમત ત્રણ વર્ષથી સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે. આગામી થોડા મહિનાઓમાં પુરવઠો ઓછો રહેવાની આગાહી વચ્ચે ક્રૂડ-ઓઇલની કિંમત શુક્રવારે 85 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ છે. જેના પગલે ઓઇલ કંપનીઓ ભાવમાં સતત વધારો કરી રહી છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

દેશના ચાર મોટા શહેરમાં આજની કિંમત

>> દિલ્હી પેટ્રોલ 105.49 રૂપિયા અને ડીઝલ 94.22 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 111.43 રૂપિયા અને ડીઝલ 102.15 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 102.70 રૂપિયા અને ડીઝલ 98.59 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 106.10 રૂપિયા અને ડીઝલ 97.33 રૂપિયા પ્રતિ લીટર

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

>> અમદાવાદ – પેટ્રોલ 101.83 રૂપિયા અને ડીઝલ 101.13 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત – પેટ્રોલ 101.68 રૂપિયા અને ડીઝલ 101.01 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ – પેટ્રોલ 101.53 રૂપિયા અને ડીઝલ 100.85 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા – પેટ્રોલ 101.36 રૂપિયા અને ડીઝલ 100.65 રૂપિયા પ્રતિ લીટર