અકસ્માતઃ ગોંડલ પાસે જીપનું ટાયર ફાટતાં કાર સાથે અથડાઈ, 2નાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજી વાળાની બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે ​જીપનું ટાયર ફાટ્યું હતું. તેના કારણે ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કાર ને ધડાકાભેર અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામનાં જયાબેન ઊંધાડ (ઉં.વ. 71)નું મોત નીપજ્યું હતું.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળને ઇજા થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત નીપજ્યું હતું. બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના બનાવના પગલે તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.