રોજગાર@ગુજરાત: મેટ્રોમાં નોકરી મેળવવાની તક, 434 જગ્યા પર બહાર પડી ભરતી, જાણો એક જ ક્લિકે

 
Metro

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત મેટ્રોમાં 434 ખાલી જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશન 10 મે 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે અને આવેદન કરવાની છેલ્લી તારીખ 9 જૂન 2023 છે. આ માટેની અન્ય વિગતો મેળવવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટ https://www.gujaratmetrorail.com/ની મુલાકાત લઇ શકો છો.

કઇ કઇ પોસ્ટ પર થશે ભરતી?

સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર-160, કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)-46, જુનિયર એન્જીનીયર–ઇલેક્ટ્રિકલ્સ-21, જુનિયર એન્જીનીયર–ઈલેકટ્રોનીક્સ -28, જુનિયર એન્જીનીયર-મિકેનિકલ-12, જુનિયર એન્જીનીયર-સિવિલ-6, મેઇન્ટેનર-ફીટર-58, મેઇન્ટેનર-ઇલેક્ટ્રિકલ્સ-60, મેઇન્ટેનર-ઇલેક્ટ્રોનિક્સ - 33. 

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલે છે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે.

લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. દરેક પોસ્ટ માટે પગાર ધોરણ પણ અલગ અલગ આપવામાં આવ્યો છે. જે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ચેક કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે લેખિત પરીક્ષામાં પાસ થવાનું રહેશે.

આ રીતે કરો અરજી

સૌ પ્રથમ ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ Career સેકશનમાં જાઓ.

હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે

હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો

એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.