નોકરીઃ બેરોજગારોને સરકારી નોકરી મેળવવા વધુ એક સોનેરી તક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી

જેમાં ઈન્કમટેક્સ ઓફિસરની પોસ્ટ માટે 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ઉમેદવાર ઓછામાં ઓછી 35 વર્ષ અને વધુમાં 45 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ.
 
file photo

આ ભરતીમાં ઈકોનોમિસ્ટ, ઈન્કમટેક્સ ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એન્જિનિયર, રિસ્ક મેનેજર, ફાઈનાન્શિયલ એનેલિસ્ટ, લૉ ઓફિસર, IT સિક્યોરિટી એનેલિસ્ટ, ટેકનિકલ ઓફિસર ક્રેડિટ તથા અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અટલ સમાચાર, ડેસ્ક


બેરોજગારોને સરકારી નોકરી મેળવવા માટે વધુ એક અવસર આવ્યો છે. બેન્ક ઓફ બરોડા બાદ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈન્કમટેક્સ ઓફિસર સહિત અનેક પોસ્ટ કુલ 115 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ centralbank.net.in પર ભરતી અંગેની તમામ જાણકારી મેળવી શકે છે. આ જગ્યા માટે છે ભરતી : આ ભરતીમાં ઈકોનોમિસ્ટ, ઈન્કમટેક્સ ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એન્જિનિયર, રિસ્ક મેનેજર, ફાઈનાન્શિયલ એનેલિસ્ટ, લૉ ઓફિસર, IT સિક્યોરિટી એનેલિસ્ટ, ટેકનિકલ ઓફિસર ક્રેડિટ તથા અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


અન્ય ભરતી પ્રક્રિયાની જેમ આ ભરતી માટે પણ ઉમેદવારો પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. જેમાં ઈન્કમટેક્સ ઓફિસરની પોસ્ટ માટે 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ઉમેદવાર ઓછામાં ઓછી 35 વર્ષ અને વધુમાં 45 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ. તો ડેટા સાયન્ટિસ્ટની પોસ્ટ માટે ઉમેદવારની 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં 35 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પરથી શૈક્ષણિક લાયકાતની જાણકારી મેળવવાની રહેશે. શૈક્ષણિક લાયકાત ઉપરાંત ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત અનુભવ હોવો પણ જરૂરી છે.

સેન્ટ્રલ બેન્ક ભરતી અંગેની મહત્વની તારીખો
જગ્યા :    115
શૈક્ષણિક લાયકાત :    અલગ અલગ
પસંદગી પ્રક્રિયા :     પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફોર્મ ભરવાની  શરૂઆત થવાની  તારીખ    23 નવેમ્બર 2021
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ    17 ડિસેમ્બર 2021
અરજી ફી    175/850 રૂ. કેટેગરી મુજબ