કોરોના@દેશઃ 24 કલાકમા 16,156 કેસ નોંધાયા, 733 લોકોએ જીવ ગુમાવ્યા
કોરોના@દેશઃ 24 કલાકમા 16,156 કેસ નોંધાયા, 733 લોકોએ જીવ ગુમાવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ જે રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 733 લોકોના કોરોનાથી મોત થયા છે. રિકવરી રેટ 98.20 ટકા છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 98.20 ટકા છે. વીકલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો 1.19 ટકા છે જે છેલ્લા 34 દિવસથી 2 ટકા નીચે છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 1.25 ટકા છે. જે છેલ્લા 24 દિવસથી 2 ટકા નીચે છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના 49,09,254 ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 1,04,04,99,873 ડોઝ અપાઈ ચૂક્યા છે.

અટલ સમાચારને મોબાઇલમાં મેળવવા અહીયા ક્લીક કરો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 16,156 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 1,60,989 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 13,451 નવા કેસ નોંધાયા હતા. 24 કલાકમાં જો કે 17,095 દર્દીઓ રિકવર પણ થયા છે. કોરોનાથી એક દિવસમાં 733 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈ કાલના મોતનો આંકડો 585 હતો. આ સાથે કુલ મૃત્યુઆંક હવે 456,386 થયો છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી દિલિપ વલસે પાટિલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. તેમને કોવિડ 19ના હળવા લક્ષણો અનુભવાયા હતા. ત્યારબાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.