ક્રાઇમ@સુરતઃ સાવ સામાન્ય વાતમાં એક યુવકે તેના જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

સુરત ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસના જાપ્તામાં ઉભેલા આરોપીઓ વિનુભાઈ પુંજા ભાઈ પરમાર મૂળ જામ્બરવાળા ગામ,અમરેલી અને હાલ કેટલા વરસોથી મુન્ના એજન્સીમાં વાલજી કાકાની રૂમમાં રહેતો હતો. આ વીનું પર ઘર માલિકની હત્યાનો આરોપ છે. ૧૪ ડીસેમ્બર ૨૦૨૧ ની રાત્રે ઘર માલિક વાલજી સોલંકી અને આરોપી વીનું સાથે ઘરમાલિક (મૃતક ) વાલજી સોલંકીના ત્યાં જમવા બેઠા હતા. જમતી વેળાએ કોઈ સામાન્ય બાબતે ઝગડો થતા વીનું પરમારે વાલજી સોલંકીના શરીર અને ચહેરા પર એક પછી એક તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાત ઉતારી ફરાર થઇ ગયો  હતો.


આરોપી વીનુ પરમાર એટલો ચાલાક છે કે, વાલજી સોલંકીની હત્યા બાદ મૃતકની લાશ નજીક મહિલાની બંગડીઓ, ચંપલ અને કોન્ડમ મૂકી પોલીસ તપાસ ગુમરાહ કરવાનો પ્રી-પ્લાન હતો. કેમકે જે રીતે ઘર માલિકની હત્યા કરી ત્યારે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યા. આરોપી હત્યાના ઈરાદે જ આવ્યો હતો અને ઠંડા કલેજે હત્યાને અંજામ આપી પોતાના વતન ભાગે એ પહેલા હાઇવે પરથી કીમ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ જીલ્લા એલ.સી.બી,એસ.ઓ.જી અને કીમ પોલીસની આકરી તપાસ શરુ થતા આરોપી ભાંગી પડ્યો હતો. પોતાનો ગુનો કબુલી લીધો હતો.

આરોપી સાચો છે કે ખોટો એ માટે પોલીસે આરોપીને સાથે રાખી આખી ઘટનાનું રી-કન્ટ્રકશન કરાવતા આરોપીએ મૃતકનો મોબાઈલ જે ગટરમાં નાખ્યો હતો એ મળી આવ્યો હતો. હત્યામાં વપરાયેલા હથિયાર અને લોહીથી ખદબદ આરોપીના કપડા મળી આવતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હત્યા કરનાર આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. જો કે આરોપી અને મૃતક વચ્ચે મિત્રતા હતી. મૃતક ઘર માલિક હતો અને આરોપી ભાડુઆત એટલે મિત્રતા બંધાઈ હતી. જોકે એક સામાન્ય બાબતે થયેલા ઝગડામાં મિત્ર જ હત્યારો બની ગયો. કહેવાય છે કે ગુસ્સો મુસીબત નોતરે છે. ક્ષણીક આવેલો ગુસ્સો ઘણીવાર મોટી મુસીબત લઈને આવે છે. આવા જ ગુસ્સાની આગમાં મિત્ર હથિયારો બની ગયો અને આજે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.