લાઇફસ્ટાઇલઃ તમારાં બાળકને મોબાઈલ જોતાં જોતાં જ ભોજન કરવાની આદત છે તો, આ ટિપ્સ ફોલો કરી દૂર કરો

 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

રેટ રેસમાં પેરેન્ટ્સ પાસે હવે એટલો સમય નથી રહ્યો કે તે બાળકોને લાડ લડાવી ભોજન કરાવે. પેરેન્ટ્સના પ્રેમ અને લાડની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી છે. પેરેન્ટ્સને મોબાઈલથી એક પ્રકારની શાંતિ મળે છે કે કોઈ નખરાં કર્યા વગર બાળકને મોબાઈલ આપી દો એટલે બાળક જમી લેશે. આ આદત કેટલી ખતરનાક સાબિત થઈ શકે તે જાણો સીનિયર પીડિયાટ્રિશિયન ડૉ. પિયુષ જૈન પાસેથી....


ડૉ. જૈન કહે છે કે આજકાલની મિકેનિકલ લાઈફમાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે. ન્યુક્લિયર ફેમિલીમાં હવે બાળકને પહેલાં જેટલો પ્રેમ નથી મળી રહ્યો. પહેલાં બાળકને દાદા-દાદી વાર્તા સંભળાવી લાડ લડાવી જમાડતા હવે જમાનો બદલાયો છે. આ સ્નેહની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી છે. મોબાઈલ ફોનમાં બાળકો એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એ પણ ભાન નથી હોતું કે પીરસાઈ શું રહ્યું છે!

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

મોબાઈલની લત બાળકો માટે કેવી રીતે જોખમકારક સાબિત થઈ શકે છે?

મૂંગા મોઢે બાળક ભોજન કરતું હોવાથી તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
મનમાં ઉદભવતા સવાલોના જવાબ ન મળવાથી તેની ઉત્સુકતા ઓછી થઈ જાય છે.
આંખમાંથી પાણી નીકળે છે, દૃષ્ટિ નબળી પડે છે અને ડ્રાયનેસની સમસ્યા રહે છે.
મોબાઈલ જોવાના ચક્કરમાં બાળકો ક્યારેક વધારે ખાઈ લે છે.
ભોજન કરતાં સમયે મોબાઈલના ઉપયોગથી તેમને ભોજનની ઓળખ જ નથી રહેતી.
મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે યાદશક્તિ નબળી પડવા લાગે છે.
મોબાઈલમાં વીડિયો જોવાને કારણે બાળકો ઓછાં એક્સપ્રેસિવ થઈ જાય છે.
બાળકોને મોબાઈલની લત લાગી જાય છે તેનાં પર કન્ટ્રોલ કરી શકાતો નથી.
મોબાઈલ ન મળે તો બાળક ચીડિયું બની જાય છે.


પેરેન્ટ્સ એટલા વ્યસ્ત બની ગયા છે કે તે બાળકને ભોજન કરાવવાને તેઓ જવાબદારી નહિ પરંતુ ડ્યુટી સમજી રહ્યા છે. પેરેન્ટ્સ બાળકને જમવાનું અને મોબાઈલ આપી બીજી એક્ટિવિટી કરવા લાગે છે. મોબાઈલમાં વીડિયો જોતા તેમના મનમાં ઉદભવતા કેટલાક સવાલોના જવાબ ન મળતા તેની ઉત્સુકતા જતી રહી છે. તેની અસર બાળકના માનસિક વિકાસ પર થાય છે.

આજની પેઢીનાં બાળકોને શું નથી મળી રહ્યું?
ડૉ. જૈનના જણાવ્યા પ્રમાણે, આજના બાળકો પરિવાર સાથે રહેવું, શેરિંગ, જલ્દી બોલતા ચાલતાં શીખી જવું આ બધી વસ્તુ ચૂકી રહ્યા છે. બાળક જ્યારે વાર્તા સાંભળવાની જિદ્દ કરે ત્યારે પેરેન્ટ્સ તેને મોબાઈલ આપી દે છે. આમ કરવાથી બાળક લોકકથા, નૈતિક શિક્ષા અને ઘરેલુ જ્ઞાનથી વંછિત થઈ જાય છે. બાળકોને કોઈ લાડ લડાવી જમાડવાવાળું નથી હોતું.

તમારું રૂટિન ગમે તેટલું વ્યસ્ત કેમ ન હોય પરંતુ બાળકને જમવા માટે મોબાઈલના ભરોસે ન રહો. પોતાના હાથથી જ બાળકને ભોજન કરાવો.
વાર્તા સંભળાવતા તેમને ભોજન કરાવો, જેથી તેમની જિજ્ઞાસા જળવાઈ રહે.
ભોજનમાં રહેલી વસ્તુઓના નામ બાળકને જણાવો અને તે શા માટે જરૂરી છે એ પણ સમજાવો.
દિવસમાં થોડો સમય બાળક સાથે પસાર કરો. આ દરમિયાન પેરેન્ટ્સે મોબાઈલથી દૂર રહેવું જોઈએ.
બાળકને નવી વાતો શીખવાડવા માટે ગેજ્ટ્સને બદલે પુસ્તકની મદદ લો.