મહેસાણાઃ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ફાયરીંગ પ્રેક્ટીસના પગલે પ્રવેશ પર પ્રતિબંધ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પોલીસ હે઼ડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ બટમાં મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પુરૂષ અને મહિલા તાલીમાર્થીઓની ફાયરીંગ પ્રેક્ટીસ શરૂ થનાર છે. જેઓનું પ્રથમ ફાયરીંગ પોઇન્ટ 2.2 લેવાનું હોવાથી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ શોર્ટ રેન્જ ફાયરીંગ બટ પર પ્રેક્ટીસ થનાર છે. ફાયરીંગ પ્રેક્ટીસ સમય દરમિયાન બટની આજુબાજુ તેમજ બટના ઉપરના ભાગે 150 મીટરની
 
મહેસાણાઃ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ફાયરીંગ પ્રેક્ટીસના પગલે પ્રવેશ પર પ્રતિબંધ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પોલીસ હે઼ડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ બટમાં મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પુરૂષ અને મહિલા તાલીમાર્થીઓની ફાયરીંગ પ્રેક્ટીસ શરૂ થનાર છે. જેઓનું પ્રથમ ફાયરીંગ પોઇન્ટ 2.2 લેવાનું હોવાથી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ શોર્ટ રેન્જ ફાયરીંગ બટ પર પ્રેક્ટીસ થનાર છે. ફાયરીંગ પ્રેક્ટીસ સમય દરમિયાન બટની આજુબાજુ તેમજ બટના ઉપરના ભાગે 150 મીટરની ત્રિજ્યામાં 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન માણસો તેમજ પશુઓની અવર જવર પર અધિક જિલ્લામેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે પ્રતિબંધ ફરમાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં મદદગારી કરનાર ગુજરાત
પોલીસ અધિનિયમ 1951ની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડએ જણાવ્યું છે.