રાજસ્થાન: બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 10થી વધુ જીવતા ભડથું થયા

આ દરમિયાન સામેથી રોન્ગ સાઈડમાં આવી રહેલા એક ટ્રેલરે બસને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
 
file photo
બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં જ બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં સવાર કેટલાક લોકો બસના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 10 લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માત થવાને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે.

અટલ સમાચાર, ડેસ્ક

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

બસમાં સવાર એક મુસાફરે જણાવ્યુ હતું કે બસ 9:55 વાગે બાલાતોરાથી રવાના થઈ હતી. આ દરમિયાન સામેથી રોન્ગ સાઈડમાં આવી રહેલા એક ટ્રેલરે બસને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે થોડીક જ મીનિટોમાં આગે આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને આગમાં બળીને બસ ખાખ થઈ ગઈ હતી. જો કે આ દુર્ઘટનામાં બસમાંથી 10 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

આ અકસ્માત બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, બાડમેરમાં સર્જાયેલ દુર્ઘટના બાબતે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરીને તેમને રાહત અને બચાવ કાર્યો બાબતના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.