શોકઃ રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનાર, દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન
શોકઃ રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનાર, દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

અટલ સમાચાર, ડેસ્ક

રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવીંદ ત્રિવેદી ના નિધનના સમાચારથી ગુજરાતી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદીએ લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મો, તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેથી તેમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રામાયણ સિરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તે હકિકતમાં મોટા રામ ભક્ત છે, તેમણે તેમણે કથાકાર મોરારી બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ ‘રામાયણ’ સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. આ સિરિયલમાં કામ કરનાર દરેક કલાકાર પ્રખ્યાત થયા હતા. એટલું જ નહીં, લોકો વાસ્તવિક જીવનમાં પણ રામ અને સીતાની ભૂમિકા ભજવતા કલાકારોને રામ અને સીતા તરીકે ગણવા લાગ્યા. આ સીરિયલમાં રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી.

જીવનના છેલ્લા શ્વાસ સુધી અરવિંદ ત્રિવેદી લોકોમાં ખૂબ જ લોકપ્રિય કલાકાર રહ્યા છે. લોકો આજે પણ સર્ચ કરી જાણવા માંગે છે કે, અંતે તેમના આ મનપસંદ કલાકારની પરિસ્થિતિ અત્યારે કેવી છે. ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લહેરીએ હમણાં જ ટ્વિટર એકાઉન્ટ પર અરવિંદ ત્રિવેદીના કેટલાક ફોટા શેર કર્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દરેક વ્યક્તિને ઘડપણ આવે છે, ખરેખર, આ ફોટાઓમાં અરવિંદ ત્રિવેદીને ઓળખવા મુશ્કેલ બની રહ્યા હતા.

અરવિંદ ત્રિવેદીની જાણીતી પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો, અરવિંદ ત્રિવેદીએ ‘જેસલ-તોરલ’, ‘કુંવર બાઇનું મામેરૂં’, ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’, અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. અરવિંદ ત્રિવેદીએ અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.