દેશઃ 24 કલાકમાં કોરોનાના 10,126 નવા કેસ નોંધાયા, 332 દર્દીઓના મોત થયા
KORONA
ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ સોમવારે કહ્યું કે, તેને ભારત સરકાર પાસેથી 265 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે કોવિડ-19 રસી ઝાયકોવ-ડીની એક કરોડ ડોઝનો ઓર્ડર

અટલ સમાચાર, ડેસ્ક

 કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો ચાલુ છે. સોમવારે રાહત આપનારા આંકડા સામે આવ્યા. 24 કલાકમાં કોવિડ-19 (Covid-19)ના 10 હજાર 126 નવા કેસ મળ્યા છે. આ દરમિયાન 332 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલમાં દેશમાં 1 લાખ 40 હજાર 638 દર્દીઓની સારવાર ચાલુ છે. નવા આંકડાઓનો સરવાળો કરીને કોરોના સંક્રમિતો(Infected)ની કુલ સખ્યાં 3 કરોડ 43 લાખ 77 હજાર 113 ઉપર પહોંચી ચૂકી છે. બીજી બાજુ, અત્યાર સુધી 4 લાખ 61 હજાર 389 દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ સોમવારે કહ્યું કે, તેને ભારત સરકાર પાસેથી 265 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે કોવિડ-19 રસી ઝાયકોવ-ડીની એક કરોડ ડોઝનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ કિંમત નક્કી કરવામાં આવી છે. પરંપરાગત સિરીંજના બદલે નીડલ મુક્ત એપ્લીકેટરના માધ્યમથી આપવામાં આવશે. એપ્લીકેટરનું નામ ફાર્માજેટ છે.

apmc unjha


ફાર્મા કંપની તરફથી એક રેગ્યુલારિટી ફાઇલિંગમાં કહેવામાં આવ્યું કે, ઝાયડસ કેડિલાને વિશ્વના પહેલી પ્લાઝ્મિક ડીએનએ રસી ‘ઝાયકોવ-ડી’ની એક કરોડ ડોઝની પૂર્તિ કરવાનો ઓર્ડર ભારત સરકાર તરફથી મળ્યો છે. ડોઝ 265 રૂપિયા પ્રતિના હિસાબે આપવામાં આવશે અને નીડલ મુક્ત એપ્લીકેટર 93 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે આપવામાં આવશે. જેમાં જીએસટી સામેલ નહીં હોય.

રાષ્ટ્રની રાજધાનીમાં એક દિવમસાં કોવિડ-19ના 25 કેસિસ આવ્યા અને આ સમયગાળામાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. આ દરમિયાન પોઝિટિવિટી દર 0.06 ટકા હતો. સ્વાસ્થ્ય વિભાગે સોમવારે આ જાણકારી આપી. ઓક્ટોબરમાં દિલ્હીમાં સંક્રમણના કારણે માત્ર ચાર મૃત્યુ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં પાંચ લોકોએ વાયરલ બીમારીના કારણે જીવ ખોયો હતો. નવેમ્બરમાં શહેરમાં કોવિડથી થયેલા મૃત્યુની કોઈ સૂચના નથી મળી. નવા કેસિસ સાથે શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ કેસિસની સંખ્યા વધીને 14, 40, 143 થઈ ગઈ છે. આમાંથી 14.14 લાખથી વધારે દર્દી બીમારીમાંથી બહાર આવી ચૂક્યા છે. મરનારાઓની સંખ્યા 25,091 છે.