કોરોના@દેશ: 24 કલાકમા 12,516 નવા કેસ નોંધાયા,501 લોકોએ જીવ ગુમાવ્યા
file photo
બીજી લહેરમાં તબાહી મચાવ્યા બાદ દેશમાં કોવિડ-19ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં જે આંકડા સામે આવ્યા છે તે ડરામણા છે.

અટલ સમાચાર, ડેસ્ક

દેશ છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. બીજી લહેરમાં તબાહી મચાવ્યા બાદ દેશમાં કોવિડ-19ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં જે આંકડા સામે આવ્યા છે તે ડરામણા છે. એક દિવસમાં કોરોનાથી દેશમાં 501 લોકોએ જીવ ગુમાવ્યા. આવામાં કેસ ભલે કમ થઈ રહ્યા હોય પરંતુ લોકોએ ખુબ સતર્ક રહેવાની જરૂર છે. મૃતકોની સંખ્યાએ સરકારની ચિંતા વધારી છે. આ સાથે જ ગુજરાતમાં પણ કેસ વધવા લાગ્યા છે. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12516 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કુલ કેસની સંખ્યા વધીને 3,44,14,186 થઈ છે. આ સાથે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,37,416 પર પહોંચી છે. જે 267 દિવસમાં સૌથી ઓછી છે.  સરકારી આંકડા મુજબ મહામારીના કારણે છેલ્લા 24 કલાકમાં 501 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોની કુલ સંખ્યા હવે 4,62,690 થઈ છે. સતત 35મો દિવસ છે કે જ્યારે કોરોનાના દૈનિક કેસ 20 હજાર કરતા નીચે નોંધાયા છે. અત્રે જણાવવાનું કે માર્ચ, એપ્રિલ, અને મે મહિનામાં કોરોનાની બીજી લહેરના કારણે ખુબ તબાહી મચી હતી. જેમાં રોજેરોજ ચાર લાખથી વધુ કેસ નોંધાતા હતા. લોકોએ હોસ્પિટલોમાં બેડ અને સારવાર માટે ઝઝૂમવું પડતું હતું. 


કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ચિંતાનું મુખ્ય કારણ બન્યો છે. આ જાણકારી INSACOG એ આપી છે. એક બુલેટિનમાં કહેવાયું છે કે વૈશ્વિક પરિદ્રશ્યમાં કોઈ ફેરફાર નથી આવ્યો. B.1.617.2 (AY)  અને AY.x  સબલાઈનેઝ સહિત ડેલ્ટા, વિશ્વ સ્તર પર મુખ્ય વેરિએન્ટ ઓફ કન્સર્ન બનેલો છે. તાજા WHO અપડેટ મુજબ ડેલ્ટાએ મોટાભાગના દેશોમાં અન્ય વેરિએન્ટ્સને પછાડ્યા છે અને હવે અન્ય વેરિએન્ટ્સ ઘટી રહ્યા છે. કોરોનાના કેસ અન્ય રાજ્યોમાં ઘટી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 997 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 28 લોકોના મોત થયા. આ ઉપરાંત છત્તીસગઢમાં નવા 26 કેસ નોંધાયા. દિલ્હીની વાત કરીએ તો નવા 40 કેસ નોંધાયા જ્યારે 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી.